બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / AHMEDABAD: World Bank approves Rs 3,000 crore loan from AMC

હરણફાળ / અમદાવાદ: વર્લ્ડ બેંકની ટીમે AMCની 3000 કરોડની લોન મંજૂર કરી, પ્રથમ તબ્બકામાં 1 હજાર કરોડના કામ થશે શરૂ

Vishnu

Last Updated: 08:34 PM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી વર્લ્ડ બેંકની ટીમ 13 એપ્રિલ સુધી અમદાવાદના પ્રવાસે,  AMCની 3 હજાર કરોડની લોન મંજૂર કરી હવે પ્રથમ તબક્કામાં 1 હજાર કરોડના કામ શરૂ કરવામાં આવશે

  • AMC વિપક્ષે વર્લ્ડ બેંકના પ્રમુખને મેઈલ કર્યો
  • લોન આપવા અંગે વિપક્ષે વર્લ્ડ બેંકનો આભાર માન્યો
  • વર્લ્ડ બેન્કે AMCની 3 હજાર કરોડની લોન મંજૂર કરી

અમદાવાદ શહેરનો વિકાસ તેજ ગતિથી આગળ ધપી રહ્યો છે તેમાં પણ ચાર ચાંદ લાગી જાય તેવા સમાચાર મળી રહ્યા છે કે વર્લ્ડ બેન્કે AMCએ માગેલી 3 હજાર કરોડની લોન મંજૂર કરી દીધી છે. મહત્વનું છે કે આજથી વર્લ્ડ બેંકની ટીમ 13 એપ્રિલ સુધી અમદાવાદના પ્રવાસે છે ત્યારે પાસ કરેલી મોટી લોનના કારણે અમદાવાદનો વિકાસ રોકેટ ગતિએ થશે એ પણ નક્કી છે.

વર્લ્ડ બેન્કે AMCને 3 હજાર કરોડની લોન મંજૂર કરી, ગટર અને પાણી નિકાલમાં ખર્ચાશે રૂપિયા
કોરોના કાળમાં અમદાવાદ મનપાની તિજોરી ખાલીખમ થઈ હતી જેને લઈને કોર્પોરેશનમાં બજેટમાં થયેલી જોગાવાઈઓ છતાંય કેટલાય કામ લટકી પડ્યા હતા. પણ હવે અમદાવાદ શહેરમાં ગટર અને પાણી નિકાલની લાઇનો પ્રોજેકટ માટે વર્લ્ડ બેંક ૩ હજાર કરોડની જંગી લોન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપશે જેથી પેન્ડિંગ પડેલા કામો આ નાણાથી ઝડપથી પૂરા કરવામાં આવશે. અમદાવાદીઓને પણ વધારે સુવિધાનો લાભ મળશે.

સૂચનો આપવા વર્લ્ડ બેંકની ટિમ વિપક્ષને સમય ફાળવે તેવી માંગ કરી
તો બીજી તરફ AMC વિપક્ષે અમદાવાદના પ્રવાસે આવેલી ટીમને લઈ વર્લ્ડ બેંકના પ્રમુખને મેઈલ કર્યો છે. લોન આપવા અંગે વિપક્ષે વર્લ્ડ બેંકનો આભાર માનતા કહ્યું છે કે હેરિટેજ વારસાની જાળવણી, ટ્રાફિકની સમસ્યા, હવાનું પ્રદુષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર વિપક્ષની રજુઆત સાંભળવામાં આવે જેથી સૂચનો આપવા વર્લ્ડ બેંકની ટિમ વિપક્ષને સમય ફાળવે તેવી રજૂઆત કરી છે.

મનપા અધિકારીઓનું શું કહેવું છે?
મહત્વનું છે કે વર્લ્ડ બેંકની ટીમ સમક્ષ અમદાવાદ મનપાના અધિકારીઑએ પ્રેઝન્ટેશન્સ રજૂ કર્યું હતું. અને એએએમસીના વિવિધ પ્રોજેકટ અંગે માહિતી પણ આપી હતી.  AMCના ડેપ્યુટી કમિશનર આર. કે. મહેતાએ બેઠક વિશે વધુ માહિતી આપતા કહ્યું હતું કે ગુજરાત રેસીલીયન્સ સિટી પ્રોગ્રામ અન્વયે અમદાવાદ મનપાએ વર્લ્ડ બેન્ક મારફતે જુદા જુદા પ્રકલ્પો માટે 3 હજાર કરોડની લોન માંગી હતી. જે મંજૂર કરવામાં આવી છે. હાલ પ્રથમ તબક્કામાં 1 હજાર કરોડના કામ શરૂ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ પ્રવાસ દરમિયાન વર્લ્ડ બેન્કની ટીમ ન બે STP પ્લાન્ટની પણ મુલાકાત લેશે સાથે જ સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે GPCBના અધિકારીઓ સાથે બેઠક કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ