બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad private schools Bogus admission under the RTE gujarati news

પોલમપોલ / RTE હેઠળ બોગસ એડમિશનમાં ગોલમાલ, DEOને અંધારામાં રાખી અમદાવાદની ખાનગી સ્કૂલો ભરી રહી છે તિજોરી!

Dhruv

Last Updated: 08:57 AM, 2 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સ્કૂલો RTEમાં બોગસ એડમિશન લેનારા વિદ્યાર્થીઓ પાસેથી ફીની ઉઘરાણી કરી પોતાની તિજોરી ભરી રહી છે.

  • અમદાવાદની સ્કૂલો RTEના બોગસ એડમિશનનો લઇ રહી છે લાભ
  • બોગસ એડમિશન લેનારા પાસેથી પણ કરે છે ફીની વસૂલાત
  • RTE હેઠળ ખોટા દસ્તાવેજો ઊભા કરી લેવાઈ રહ્યાં છે એડમિશન

દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદની ખાનગી સ્કૂલોમાં RTE અંતર્ગત એડમિશનમાં ગોલમાલ જોવા મળી છે. અમદાવાદની સ્કૂલો RTEમાં બોગસ એડમિશન લેનારા વિદ્યાર્થીઓ પાસેથી ફીની ઉઘરાણી કરી પોતાની તિજોરી ભરી રહી છે. બોગસ એડમિશન અંગે સ્કૂલોએ DEOને જાણ કરવાની હોય છે, પરંતુ સ્કૂલો DEOને જાણ કર્યા વિના બોગસ એડમિશનનો ફાયદો ઉઠાવી રહી છે. જેને લઇને ચાલુ વર્ષે બોગસ એડમિશનની એક પણ ફરિયાદ DEOને મળી નથી.

બીજી બાજુ તાજેતરમાં સુરતમાં વાલીઓએ ખોટી રીતે એડમિશન લેવાનું ટાળ્યું હતું

જો કે, બીજી બાજુ તાજેતરમાં જ સુરતમાં RTE અંતર્ગત ખોટી રીતે પ્રવેશ લેનારા 188 વાલીઓએ શાળામાં પ્રવેશ ન હોતો લીધો. કારણ કે શાળાઓએ FIR કરવાની ચીમકી આપતાં વાલીઓએ પ્રવેશ લેવાનું ટાળ્યું હતું. બીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો હોવા છતાં વાલીઓએ શાળામાં પ્રવેશ ન હોતો લીધો. RTEના બીજા રાઉન્ડમાં 744 બાળકોને પ્રવેશ ફાળવાયો હતો. નોંધનીય છે કે, RTE અંતર્ગત ખોટી રીતે એડમિશન લેતાં હોવાનું સામે આવ્યું હતું. પરંતુ ખાનગી શાળાઓએ આ વખતે કાર્યવાહીની ચીમકી આપી હતી.

અગાઉ VTVના સ્ટિંગ ઓપરેશનમાં થયો હતો મોટો ખુલાસો

પૈસાદાર વાલીઓએ સંતાનોના ખોટી રીતે RTE હેઠળ એડમિશન કર્યાનો થયો હતો ખુલાસો

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ખોટા દસ્તાવેજોના આધારે સ્કૂલમાં પ્રવેશ મેળવનાર પૈસાદાર વાલીઓના બોગસ એડમિશનની VTVએ પોલ ખોલી દીધી. VTVના સ્ટિંગ ઓપરેશનમાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ખોટા દસ્તાવેજોના આધારે સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો.  VTVએ અમદાવાદની શાળાઓમાં RTE અંતર્ગત ખોટા એડમિશન મેળવ્યા મામલે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં VTVની ટીમે અનેક બોગસ એડમિશનની પોલ ખોલી દીધી હતી. આ સ્ટિંગ ઓપરેશનમાં 'ભણતરમાં કોઈ ભાગ હોતો નથી' તે કહેવત ખોટી સાબિત થઈ છે.

કેવી રીતે થયો હતો ખુલાસો?

અમારી ટીમે અને અલગ અલગ સ્કૂલો પર RTE અંતર્ગત અપાતા ડોક્યુમેન્ટની ચકાસણી કરી હતી. તે તપાસ કર્યા બાદ અનેક લોકોએ ખોટા દસ્તાવેજ રજૂ કરી એડમિશન લીધા હોવાનું બહાર આવ્યું હતું.અમારી ટીમે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરીને તે વાલીઓનો સંપર્ક કર્યો અને ખોટા એડમિશન લીધા હોવાનું બહાર આવ્યું હતું.આ તમામ લોકોનું RTE ફોર્મ અને આવકના સ્ત્રોતની સરખામણી કરતા પોલ બહાર આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ