EXCLUSIVE / હાઈકોર્ટની ફટકાર બાદ AMCએ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારના મહત્તમ ભાવ કર્યા નક્કી, બેફામ ફી નહીં વસૂલાય

Ahmedabad Municipal corporation fixes rate for private hospitals covid 19 treatment

ગુજરાતમાં વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે અમદાવાદ મનપાએ ખાનગી હોસ્પિટલમાં સારવારને લઇને મોટો નિર્ણય કર્યો છે. તંત્રએ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લેવા માટે મહત્તમ ફીના ધારાધોરણ નક્કી કરી લીધા છે. ખાનગી હોસ્પિટલો બેફામ લાખોના પેકેજથી કોરોનાની દવા કરીને દર્દીઓને લૂંટી ન શકે આ માટે હાઈકોર્ટના આદેશ બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે અને નવી રૂપરેખા સાથે ખાનગી હોસ્પિટલો સાથે હાથ મિલાવીને 50:50ના આધારે ભાવ નક્કી કર્યા છે. એટલે કે કોઈ પણ ખાનગી હોસ્પિટલમાં 50 ટકા બેડ સરકારી રહેશે જેનો ખર્ચ સરકાર ભોગવશે, જ્યારે અન્ય 50 ટકા બેડ ખાનગી હોસ્પિટલ સરકારે નક્કી કરેલા ભાવ મુજબ વસૂલી શકશે. મહત્વનું છે કે એક દિવસ અગાઉ ગુજરાત હાઈકાર્ટે કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલ્સ બેફામ ફી નહીં વસૂલી શકે તેવો નિર્ણય આપ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ