બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad , light and water, cut supply, 247 building, Notice, fire department

ફાયર સેફ્ટી / ...તો અમદાવાદની 247 બિલ્ડિંગમાં લાઈટ અને પાણી પુરવઠો થઇ જશે બંધ! ફાયર વિભાગને ફટકારી નોટીસ

Kishor

Last Updated: 08:51 PM, 19 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ફાયર વિભાગે 247 રેસીન્ડેશિયલ બિલ્ડિંગને નોટીસ ફટકારી ફાયર NOC મેળવી લેવા ટકોર કરી છે.

  • ફાયર સેફ્ટીને લઇ અમદાવાદ ફાયર વિભાગની લાલ આંખ
  • હાઇરાઇઝ રેસીન્ડેશિયલ બિલ્ડિંગને ફટકારી નોટીસ
  • ફાયર NOC ને લઇ ફટકારી 247 બિલ્ડિંગને નોટીસ

તાજેતરમાં રાજ્યમાં ફાયર સેફ્ટી વગરની ઇમારતોને લઈ હાઇકોર્ટે મોટો હુકમ કર્યો હતો. આશરે પાંચ દિવાસ અગાઉ હાઇકોર્ટે NOC વગરની ઇમારતોને સીલ કરવા AMCને હુકમ કર્યો કર્યો હતો. અમદાવાદમાં કેટલીય ઇમારતો અને રહેણાંક મકાનો પાસે ફાયર NOC ન હોવાનું મનાઈ રહ્યું છે. હાઇકોર્ટના આદેશ બાદ અમદવાદમાં ફાયર સેફ્ટીને લઇ ફાયર વિભાગ આકરા પાણીએ થયો છે ફાયર સેફટીના નિયમનો ઉલાળિયો કરનાર સામે ફાયર વિભાગે લાલ આંખ કરી છે. 

લાઇટ અને પાણી પુરવઠો બંધ કરવાની આપી નોટીસ
ફાયર NOC ને લઇ અમદાવાદમાં તંત્ર દ્વારા  247 બિલ્ડિંગને નોટીસ ફટકારવામાં આવી છે.ફાયર વિભાગે હાઇરાઇઝ રેસીન્ડેશિયલ બિલ્ડિંગને નોટીસ ફટકારી એન વહેલી તકે  ફાયર NOC મેળવી લેવા ટકોર કરી છે.જો આ દિશામાં વહેલાસર કાર્યવાહી કરવામાં નહી આવે તો સબંધિત બિલ્ડિંગમાં લાઇટ અને પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવશે. આ અંગેની નોટિસને લઈને કસૂરવારોમાં ફફડાટ ફેલાયો છે. 

અગાઉ  હાઇકોર્ટ કહ્યું હતું NOC વગરની ઇમારતો સીલ કરો
મહત્વનું છે કે તાજેતરમાં એક અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી વગરની ઇમારતોને લઈ રજૂઆત કરી હતી. જે બાદમાં ફાયર સેફ્ટી વગરની ઇમારતોના આંકડા સાંભળી કોર્ટ પણ આશ્ચર્યચકિત થઇ હતી. જેમાં અરજદારે રજૂ કરેલા આંકડા મુજબ અમદાવાદ શહેરમાં કુલ 1126 રહેણાંક બિલ્ડિંગ અને 26 કોમર્શિયલ બિલ્ડીંગો પાસે ફાયર NOC ન હોવાનો ઉલ્લેખ કરાયો હતો. અરજદારે હાઇકોર્ટમાં ફાયર સેફ્ટી વગરની ઇમારતોના રજૂ કરેલ આંકડાને લઈ હાઇકોર્ટે મોટો હુકમ કર્યો હતો. હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનને NOC વગરની ઇમારતો સીલ કરવા હુકમ કર્યો હતો.  આ સાથે ફાયર સેફ્ટી ન હોય તેની સામે કડક પગલં લેવા HCએ ટકોર કરી હતી. જેને પગલે ફાયર NOC ને લઇ શહેરની  247 બિલ્ડિંગને નોટીસ ફટકારવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ