બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad, Jai Ranchod, two years, Lord Jagannath, darshan, Gajvesh, jagnnath rathyatra

તડામાર તૈયારીઓ / જય રણછોડ... અમદાવાદમાં બે વર્ષે ધામધૂમથી નીકળશે જળયાત્રા, ગજવેશમાં દર્શન આપશે ભગવાન જગન્નાથ

Kishor

Last Updated: 09:10 AM, 14 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે.

  • રથયાત્રાના આયોજનને લઇને ભક્તોમાં અનેરો ઉત્સાહ
  • મંદિર પરિસરમાં રથયાત્રાની તૈયારીઓનો ધમધમાટ
  • જેઠ સુદ પૂનમના દિવસે ભગવાની ભવ્ય જલયાત્રા નિકળશે

કોરોના માહારીના બે વર્ષ બાદ ચાલુ વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અષાઢી બીજનાં રોજ યોજાતી રથયાત્રા પહેલાની જળયાત્રા મહત્વની છે. ત્યારે આગામી ૧૪ જૂનનાં રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાશે. નોંધનિય છે કે, બે વર્ષથી કોરોનાને કારણે રથયાત્રા સદાઈથી યોજાતી હતી. જે ચાલુ સાલ વાજતે ગાજતે યોજાશે. જેને લઈને ભક્તોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યારથી જ રથયાત્રાને લઈને મંદિર પરિસરમાં ધુમધામથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

ગજરાજ, ધજા, પતાકા, ભજન મંડળી વધારશે જલયાત્રાનું આકર્ષણ 
ભગવાન જગન્નાથની ૧૪૫મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં દર વર્ષની પરંપરા મુજબ રથયાત્રા પહેલા જલયાત્રા યોજાઇ છે. જે યાત્રા આગામી તા. 14 ના રોજ યોજાશે. અખાત્રીજના દિવસે ભગવાના રથનું પૂજન કરવામાં આવ્યું છે. જ્યારે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાની ભવ્ય જલયાત્રા નિકળશે. આ વર્ષે કોરોના મહામારીએ કેડો છોડતા બે વર્ષ બાદ રથયાત્રાનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે જલયાત્રા પણ ધામ ધૂમથી યોજશે. આ જલયાત્રામાં ગજરાજ, ધજા, પતાકા, ચિન્હ, નિશાન, ભજન મંડળી, સામેલ થઇ જલયાત્રાનું આકર્ષણ વધારશે. 

જળયાત્રાના એક જ દિવસે ભગવાન જોવા મળે છે ગાજવેશમાં
નિજ મંદિરે નીકળી યાત્રા સાબરમતી ભૂદરના આરે જશે ત્યાં ગંગા પૂજન કરવામાં આવશે. ત્યારબાદ ભાવભેર સાબરમતીની આરતી કરી 108 કળશમાં પવિત્ર જળ ભરી અને ભગવાનને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે. અભિષેક બાદ ભગવાન ગજવેશ ધારણ કરશે. મહત્વનું છે કે દર વર્ષે જળયાત્રાનાં એક જ દિવસે ભગવાન ગાજવેશમાં જોવા મળે છે. કોરોનાના બે વર્ષ બાદ રંગેચંગે યોજાનાર રથયાત્રા-જલયાત્રામાં રાજકીય નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે.હવે એ ઘડીની રાહ જોવાઇ રહી છે જ્યારે ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ