બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad in a book with religious text and an air gun were found in a madrassa near the house of maulana

તપાસ / કિશન ભરવાડ હત્યા કેસમાં મોટો ધડાકો : ગુજરાત ATSને આરોપી મૌલવી ઐયુબના ઘરમાંથી એરગન મળતા ખળભળાટ

ParthB

Last Updated: 08:58 AM, 2 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ATSએ મૌલાનાના ઘરે કરી તપાસ કરી હતી.આ દરમિયાન મૌલાના ઐયુબે લખેલું પુસ્તક કબ્જે કર્યું હતું. તેમજ એક એરગન કબ્જે કરી હતી.

  • ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો મામલો
  • હત્યા મામલે ATSએ તપાસ કરી તેજ
  • મૌલાના ઐયુબના ઘરમાંથી એરગન મળી

હત્યા મામલે ATSએ તપાસ કરી તેજ

ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં રોજ અનેક ખુલાસો થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ કેસની તપાસ સરકારે ગુજરાત ATSને સોંપવામાં આવી છે. ત્યાકે ગુજરાત ATSએ ગઈકાલે  આરોપીને સાથે રાખીને તપાસ કરી હતી. જેમાં એક મોટો ધડાકો થયો છે. આરોપી મૌલવી ઐયુબના ઘર અને મદરેસામાં તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી એર ગન અને જજબા-એ-શાહદત નામનું પુસ્તક મળી આવતા ખળભળાટ મચ્યો છે. મહત્વનું છે કે, ધંધુકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરાશે. તેની સાથે UAPA એક્ટ હેઠળ કાર્યવાહી થઇ શકે છે

ભાવનગરના ઢસાથી વધુ એક આરોપીની ધરપકડ

કિશન ભરવાડ હત્યા કેસમાં દિવસને દિવસે પોલીસ હત્યામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી રહી છે. ત્યારે આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હત્યામાં સંડોવાયેલા વધું એક આરોપીની ભાવનગરના ઢસાથી ધરપકડ કરવામાં આવી છે.  

ભરવાડ સમાજના ગાદીપતિએ ગૃહરાજ્ય મંત્રી સાથે કરી મુલાકાત કરી 

ઉલ્લેખનીય છે કે,  કિશન હત્યા કેસ મામલે ભરવાડ સમાજ દ્વારા અનેક કાર્યક્રમો અને કલેકટરથી લઈ નેતાઓ સુધી રજૂઆતો કરવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે  ભરવાડ સમાજના પ્રતિષ્ઠિત ગાદીપતિએ આગેવાનો સાથે હર્ષ સંઘવી સાથે ગાંધીનગરમાં મુલાકાત કરી હતી. આ બેઠકમાં મૃતક કિશન અને તેના પરિવારને ઝડપી ન્યાય મળે તેમજ આરોપીને વધુમાં વધુ કડક સજા થાય તે માટે તમામ આગેવાનો દ્વારા ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

શું હતી સમગ્ર ઘટના  ?

ધંધુકા ખાતે તાજેતરમાં  મોડી રાત્રે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ