બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad: If someone asks for help in the ATM, beware! The police caught the thug who exchanged the card and withdrew the money

ધરપકડ / અમદાવાદઃ ATMમાં કોઈ મદદ કરવાનું કહે તો ચેતજો! કાર્ડ બદલી પૈસા ઉપાડનાર ઠગની પોલીસે ઝડપ્યો

Vishal Khamar

Last Updated: 08:43 PM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ATM મા પૈસા ઉપાડતી વખતે અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મુકવો તમને ભારે પડી શકે છે. કારણકે અનેક વડીલોને ભોળવીને ATM કાર્ડ બદલી પૈસા ઉપાડનાર ઠગ ફરી એક વખત પોલીસના હાથે ઝડપાયો છે.

  • વડીલોને ભોળવી ATM  કાર્ડના બદલે પૈસા ઉપાડનાર ઠગ ઝડપાયો
  • ઠગની સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ કરાઈ
  •  14 થી વધુ ATM કાર્ડ બદલી ઠગાઇ આચરી

 ATM મા પૈસા ઉપાડતી વખતે અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મુકવો તમને ભારે પડી શકે છે.  કારણકે અનેક વડીલોને ભોળવીને ATM કાર્ડ બદલી પૈસા ઉપાડનાર ઠગ ફરી એક વખત પોલીસના હાથે ઝડપાયો છે. નોંધનીય છે કે અગાઉ પણ આ ઠગની સાયબર ક્રાઇમ બ્રાંચ દ્વારા ધરપકડ થઈ ચૂકી છે.  જેલથી બહાર નીકળતા જ બે મહિનામાં 14 થી વધુ ATM કાર્ડ બદલી ઠગાઇ આચરી છે. ઠગે લાખો રૂપિયા સેરવી લઈ મોજશોખ કર્યા.

ઠગ ATM માં આવતા વૃદ્ધ લોકો ને તેનો ટાર્ગેટ બનાવતો
સિનિયર સિટીઝનો ને છેતરતા ઠગને સરખેજ પોલીસે ઝડપી પાડ્યો છે.  દ્રશ્યો મા દેખાતો આરોપી રાજવીર ઉર્ફે ચિન્ટું ભટ્ટ નામનો ઠગ ATM સેન્ટર પર પૈસા ઉપાડનાર ગ્રાહકને મદદ કરવાના બહાને કાર્ડમાંથી પૈસાની ઠગાઇ આચરવામાં માસ્ટર માઈન્ડ છે.  ઠગ ATM માં આવતા વૃદ્ધ લોકો ને તેનો ટાર્ગેટ બનાવતો અને ATM કાર્ડનો ઉપયોગ કરતા ન ફાવતું હોય તેવા લોકો ને પૈસા કાઢવાની મદદ કરવાનું કહીને તેમનો પાસવર્ડ જાણી લેતો. ત્યાર બાદ તેમનું કાર્ડ બદલી ને ઠગાઈ આચરતો. ઠગ રાજવીર ભટ્ટએ અમદાવાદ, વલસાડ, વડોદરા ગાંધીધામ કચ્છ ,મુંબઈ સહિત અનેક જગ્યાએ એ 14 થી વધારે લોકો સાથે છેતરપીંડી આચરી છે. અને આ ઠગાઇ ના પૈસા નો ઉપયોગ મોજ શોખ પુરા માટે કરતો હતો.

જેલમાંથી બહાર આવતા જ ઠગાઈ કરવાનું શરૂ
આરોપી રાજવીર શરૂમાં મોજશોખ પુરા કરવા માટે નાની મોટી ચોરી કરતો. જેને લઈને તેના પિતા એ ઠપકો આપતા તે ઘરેથી નીકળી ગયો હતો. અને ત્યાર બાદ મોજશોખ પૂરા ના થતા ATM માંથી પૈસા ઉપડવાવા મા વૃધો સહિતના લોકોને પડતી તકલીફ પડતી હોવાથી તેમને ટાર્ગેટ બનાવવા નું નક્કી કર્યું. જેમાં છેલ્લા 7 વર્ષથી આરોપી ATM સેન્ટર પર મદદ કરવાના બહાને કાર્ડ બદલી લાખો રૂપિયાની ઠગાઇ આચરી ચુક્યો છે. છેલ્લા 22 મહિનાથી આરોપી સેન્ટ્રલ જેલમાં આ ATM ફ્રોડના ગુનામાં હતો પરતું બે મહિનાથી બહાર નીકળતા જ ફરી એક વખત આ રીતની ઠગાઇ કરવાનું શરૂ કર્યું હતું. જોકે આરોપી સરખેજ પોલીસની પકડમાં ત્યારે આવ્યો જ્યારે આણંદ ચોકડી પાસે ડિસેમ્બર 2022માં એક સિનિયર સીટીઝન ના મદદ કરવાના બહાને પૈસા ઉપડ્યા હતા. જેમાં સરખેજ પોલીસ તપાસ કરતા એક શકસ્પદ કાર સીસીટીવી મળ્યા જેના આધારે તપાસ કરી રાજવીર ભટ્ટને દબોચી પાડ્યો હતો. અને તેની પાસેથી 30 જેટલા ગ્રાહકોના એટીએમ કાર્ડ,કાર,42 હજાર રોકડ મળ્યા આવ્યા હતા અને છેલ્લા બે મહિનામાં 14 જેટલા ગુના અજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. ત્યારે વર્ષ 2020માં સાયબર ક્રાઇમ બ્રાંચે ઠગ રાજવીર પકડ્યો ત્યારે 21 જેટલા ATM ફોર્ડ ગુના કર્યા હતા. 

મોજ શોખ માટે મુંબઈમાં ડાન્સબાર માં છોકરીઓ પાછળ પૈસા ઉડાવતો
આરોપી રાજવીર ભટ્ટ ઠગાઇ કરેલા પૈસા મોજાશોખ માટે મુંબઈમાં ડાન્સબાર માં છોકરીઓ પાછળ પૈસા ઉડાવતો હતો. જેથી આરોપી કબૂલાત કરી છે કે મોજશોખ પુરા કરવા માટે ફ્રોડ કરવાનું નક્કી કર્યું જેને લઈ એક રીઢો બનેલો ઠગ ફરી એક વખત તેને ભરેલા પગલા એ તેને જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ