બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad husband murder his wife police station and confessed to crime

હત્યા / અમદાવાદમાં ઘરકંકાસનો કરુણ અંત: શંકાશીલ સ્વભાવના પતિએ પત્નીને પહોંચાડી પરલોક, પોલીસ સ્ટેશનમાં સામેથી જઈ ગુનો કબૂલ્યો

Kishor

Last Updated: 11:46 PM, 10 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમા વિકૃત અને શંકાશીલ માનસિકતા ધરાવતા આરોપી પતિએ પત્નીને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.

  • અમદાવાદમા પતિ-પત્નીના સંબધનું ફરી એક વખત ખૂન
  • પતિએ દોરીથી ગળું દબાવીને પત્નીની કરી હત્યા 
  • ત્રણ માસ અગાઉ પણ કર્યો હતો હત્યાનો પ્રયાસ

અમદાવાદમા પતિ-પત્નીના સંબધનું ફરી એક વખત ખૂન થયું હોવાનો કિસ્સો સામે આવતા સનસનાટી મચી જવા પામી છે. સાણંદમાં ઝઘડામાં ઉશ્કેરાઈ ગયેલા પતિએ દોરીથી ગળું દબાવીને પત્નીની હત્યા કરી દીધી હતી. જેને લઇને પોલીસને જાણ કરાતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીએ પોલીસ મથકે પહોંચી હત્યાની કરી કબૂલાત
આ કેસની જણાવા મળતી વિગત અનુસાર વિકૃત અને શંકાશીલ માનસિકતા ધરાવતા અશોક રાણા અને તેમની પત્ની ડિમ્પલ વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. ગઈ કાલે સાંજે પણ ડિમ્પલબેન પોતાના ઘરમાં કામ કરી રહ્યા હતા ત્યારે માથાના વાળમાં કલર લગાવવા બાબતે પતિ પત્ની વચ્ચે તકરાર થઈ ગઇ હતી અને ઉશ્કેરાયેલા અશોકે પત્નીને ધક્કો મારીને નીચે પાડી દીધી હતી એટલું નહીં પિત્તો ગુમાવી બેઠેલા આરોપી પતિએ દોરડા વડે પત્નીનું ગળું દબાવી દઇ મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ હત્યા કર્યા બાદ આરોપી પતિ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને પત્નીની હત્યા કરી હોવાનું કબૂલાત કરી હતી. આ ઘટનાને પગલે પોલીસ સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો અને ઘટનાસ્થળે પહોંચીને હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ ઘટનાને લઇને પરિવાર આઘાતમા શરી પડ્યો છે અને આરોપીને આકરામા આકરી સજા કરવામા આવે તેવી માંગ ઊઠવાઇ રહી છે. 
 
ત્રણ માસ પહેલા આરોપી પતિએ ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો
20 વર્ષ પહેલાં અશોક રાણા અને ડિમ્પલબેનના લગ્ન થયા હતા. બંનેને 2 દીકરા છે. અશોક ફોટોગ્રાફરનું કામ કરે છે અને સાણંદમાં શ્યામ હિલ્સમાં રહે છે. અશોકભાઈનો શકાશીલ સ્વભાવના કારણે બન્ને પતિ પત્ની વચ્ચે અનેક વખત ઝઘડા થતા હતા. ત્રણ માસ પહેલા પણ અશોક અને ડિમ્પલ બેન વચ્ચે ઝઘડો થતા અશોક એ ડિમ્પલને ખુબ જ માર માર્યો અને ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કર્યો.પરંતુ ડિમ્પલ બેન પોતાના પિયર આવી ગયા હતા. દોઢ માસ રિસાઈને બેઠા હતા. પરંતુ બે દીકરા મોટા હોવાથી સમાજ અને પરિવારને સમજાવતા ફરી પતિના ઘરે આવી ગયા હતા. પરંતુ પતિ અશોકનો શકાશીલ અને વિકૃત સ્વભાવનો ભોગ ડિમ્પલ બેનને બનવું પડ્યું અને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.હાલ સાણંદ પોલીસે હત્યાના ગુના હેઠળ આરોપી અશોકની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ