બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad heavy rainfall today monsoon 2022 gujarati news

ચોમાસું / કાળા ડિબાંગ વાદળો વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે અમદાવાદમાં મેઘરાજાની પુન:પધરામણી, વાતાવરણમાં ઠંડક પ્રસરી

Dhruv

Last Updated: 01:21 PM, 1 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં હજુ આગામી 5 દિવસ સુધી અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમદાવાદમાં ફરી તડામાર વરસાદ ખાબક્યો છે.

  • અમદાવાદમાં આજે ફરી મેઘરાજાની રિએન્ટ્રી
  • શહેરના અનેક વિસ્તારોમાં વરસ્યો તડામાર વરસાદ
  • ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે: અંબાલાલ પટેલ

અમદાવાદમાં એકવાર ફરી કાળા ડિબાંગ વાદળો વચ્ચે અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના મણીનગર, ઘોડાસર, ઈસનપુર, વટવા, રામોલ, જશોદાનગર, હાટકેશ્વર, ખોખરા, અમરાઈવાડી, બાપુનગર, નિકોલ સહિત સમગ્ર પૂર્વ વિસ્તારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે પણ અમદાવાદના પૂર્વ-પશ્ચિમ બંને સાઇડ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી.

અમદાવાદમાં મેઘરાજાની રિએન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક

જોકે, એક-બે દિવસથી થોડો ઉકળાટ હતો. વાતાવરણ વાદળછાયું હતું પરંતુ ઉકળાટની વચ્ચે મેઘરાજાએ એકવાર ફરી રિએન્ટ્રી મારતા વાતાવરણમાં ઠંડક પ્રસરાઇ ગઇ છે. જોકે બીજી બાજુ શહેરમાં રોગચાળો પણ વકર્યો છે. શહેરમાં ક્યાંક ઝાડા-ઉલટી ને શરદી-તાવના કેસો પણ સામે આવી રહ્યાં છે. ત્યારે એકબાજુ આ વરસાદી માહોલમાં સાવચેતી રાખવાની પણ ખાસ જરૂરિયાત છે.

રાજ્યમાં સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 30 તાલુકામાં વરસાદ

અત્રે જણાવી દઇએ કે, ગુજરાતમાં સવારના 6થી 8 વાગ્યા સુધીમાં 30 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વાલોદમાં પડ્યો છે. વાલોદમાં પોણા બે ઈંચ જેટલો વરસાદ પડ્યો.
માંડવી અને મહુવામાં 1.5 ઈંચ વરસાદ વરસ્યો. તો ખેરગામ અને સાગબારામાં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો. જ્યારે સોનગઢ અને નવસારીમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો.

ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે: અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇ આગાહી કરતા જણાવ્યું કે, 'એકવાર ફરી ગુજરાતમાં તારીખ 6થી 8ના રોજ વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 11 અને 12મી સપ્ટેમ્બરે રાજ્યમાં ફરી વરસાદ થવાની શક્યતા રહેલી છે. 10 ઓક્ટોબરની આસપાસ પણ વરસાદ વરસી શકે છે. તેમજ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વાવાઝોડાની પ્રક્રિયા પણ શરૂ થશે. નવરાત્રિના સમયમાં પણ જુદા-જુદા વિસ્તારોમાં વરસાદ પડશે. બંગાળના ઉપસાગરમાં બીજું વહન શરૂ થવાની તૈયારી હોવાથી ઓક્ટોબર-નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ