અમદાવાદ / બોપલ ચોકડી પાસે ઇસ્કોન પ્લેટિનમમાં લાગી આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે

અમદાવાદમાં બોપલ ચોકડી પાસે ઈસ્કોન પ્લેટિનયમમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ. બિલ્ડિંગના 14 અને 15માં માળે અચાનક આગ ભભૂકી હતી. જો કે, બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને 20 જેટલા લોકોને બિલ્ડિંગમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સાથે જ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.. ..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ