બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Dipak Solanki help covid patient

પ્રેરણા / VTVના પત્રકાર દીપક સોલંકીએ મહામારીમાં કર્તવ્ય સાથે નિભાવ્યો સેવાધર્મ, 400 લોકોને સારવારમાં કરી મદદ

Kavan

Last Updated: 09:46 PM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માનવસેવા એજ પ્રભુ સેવાની સૂક્તિને સાચા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે દિપક સોલંકીએ...

  • VTVના પ્રતિનિધી દિપક સોલંકીના કાર્યને સલામ 
  • કોરોનાકાળમાં 400થી વધુ લોકોને બેડની અને સારવાર માટે કરી મદદ 
  • પિતાને હોસ્પિટલ લઈ ગયા બાદ અન્ય દર્દીઓની સ્થિતિ જોઇને મળી હતી પ્રેરણા 

વિશ્વભરમાં કોરોના સંકટ છવાયેલું છે. અનેક રાષ્ટ્રો આ મહામારી સામે હૈયે હામ રાખીને ઝઝૂમી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાની બીજી લહેર માનવીને હચમચાવી રહી છે ત્યારે VTVના પ્રતિનિધી દિપક સોલંકીએ પત્રકારત્વની સાથો-સાથ માનવતાનો પણ ધર્મ નિભાવ્યો છે. 

400થી વધુ લોકોને કરી મદદ

ઘણા એવા કિસ્સાઓ આપણે જોયા છે અને અખબારોમાં વાંચ્યા પણ છે કે, કોરોના સંક્રમિતની સેવા કરવા તેના ખૂદના સ્વજનો તૈયાર નથી, આવા સમયગાળામાં દિપકે 400થી વધુ લોકોને અમદાવાદની હોસ્પિટલોમાં કોવિડની સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરાવી આપી છે. 

કેવી રીતે લોકોને મદદ કરવાની મળી પ્રેરણા ? 

ગત વર્ષે માર્ચ મહિનામાં દિપકના પિતા અચાનક બિમાર પડ્યા. દિપક તાબડતોબ તેમને શહેરની જાણીતા SVP હોસ્પિટલમાં સારવાર માટે લઈને પહોંચ્યો. પરંતુ 2 દિવસમાં જ પિતાનું નિધન થયું. આ સમયે હોસ્પિટલમાં આવતા અન્ય દર્દીઓની હાલત જોઇને દિપકે મનોમન લોકોને મદદ કરવાનું નક્કી કર્યું એ પણ કોઇ જ જાહેરાતો કે દંભ વગર.. 

No description available.
દિપક સોલંકી

નિ:સ્વાર્થ ભાવે મદદ કરીએ તો સફળતા જરૂર મળે છે : દિપક 

મૂળ અમદાવાદનો વતની દિપક સોલંકી અતિ સામાન્ય પરિવારમાંથી આવે છે, પત્રકારત્વના ઓરસિયા પર ઘૂંટાવાની ઘટનાને 6 વર્ષ જ થયાં છે. છતાં કોર્પોરેશનનું રિપોર્ટીંગ કરતો હોવાથી તેના સંપર્કોનો ઉપયોગ કરીને તેણે પોતાના પત્રકારત્વના કામ દરમિયાન પણ એક પરોપરકારી માણસને ધબકતો રાખ્યો અને મહામારીના સમયમાં અનેક લોકોની નિ:સ્વાર્થ ભાવે મદદ કરી. 

लोकहितं मम करणीयम् કરી બતાવ્યું સાર્થક 

અડધી રાતે દિપકના ફોન પર કોઇ મદદ માગે તો સામેવાળી વ્યક્તિ કોણ છે તે પૂછવામાં સમય નહીં બગાડતા દિપક તેનાથી બનતા તમામ પ્રયાસો કરવા લાગે. ધીમે-ધીમે નજીકના પરિચીતો અને ત્યારબાદ અજાણ્યાને પણ મહામારીના સમયમાં દિપકે મદદ કરીને लोकहितं मम करणीयम् સાર્થક કર્યું છે.  

માનવતાના કાર્યને VTV સલામ કરે છે 

મહાત્મા ઇસરદાસજીએ હરિરસ ગ્રંથમાં લખ્યું છે કે, ભાગ્ય બડા તો રામ જપ તેરા બખત બડા કછું દેહ, અકલ બડી તો ઉપકાર કર, દેહ ધર્યા ફળ એહ. પોતાની પાસે કાંઇક હોય તો અન્યને મદદ કરીને ભગવાને માનવીને જે દેહ આપ્યો છે તે યથાર્થ કરવો જોઇએ. આ વાતને આજેપણ ઉજાગર કરી રહ્યો છે દિપક સોલંકી..માનવતાના આ કાર્યને VTV સલામ કરે છે.  

આલેખન : - Kavan V. Acharya 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ