બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad City Hotel and Restaurant Association's decision not to get admission in hotel without vaccine

ખાસમ 'ખાસ' / અમદાવાદમાં હવે હોટલમાં ખાવા જતા પહેલાં સાથે આ રાખજો, નહીંતર એન્ટ્રી જ નહીં મળે

Vishnu

Last Updated: 07:50 PM, 23 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેર હોટલ અને રેસ્ટોરન્ટ એસો.નો નિર્ણય, હોટેલ-રેસ્ટોરન્ટમાં પ્રવેશ માટે વેક્સન સર્ટી. ફરજીયાત

  • હોટેલ-રેસ્ટોરન્ટમાં પ્રવેશ માટે વેક્સન સર્ટી. ફરજીયાત
  • આજથી એટલે કે 23 સપ્ટેમ્બરથી જ નિયમનું અમલીકરણ
  • અમદાવાદ શહેર હોટલ અને રેસ્ટોરન્ટ એસો.નો નિર્ણય

જો વેક્સિન લીધી નહીં હોય તો હવેથી અમદાવાદની હોટેલ અને રેસ્ટોરન્ટમાં પ્રવેશ નહીં મળે. અમદાવાદ શહેર હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશને આ મામલે નિર્ણય લીધો છે. અમદાવાદમાં કોઈપણ હોટેલ-રેસ્ટોરન્ટમાં પ્રવેશ મેળવતા સમયે વેક્સિન સર્ટિફિકેટ બતાવવાનું રહેશે.અમદાવાદ શહેર હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશને જણાવ્યા મુજબ આ નિયમનું આજથી જ તમામ જગ્યાએ અમલીકરણ થઈ જશે. આ અગાઉ અમદાવાદ મહાનગર પાલિકાએ સરકારી કચેરીઓ, કાંકરિયા, લાયબ્રેરી, જીમનેશિયમ તેમજ AMTS-BRTSમાં પ્રવેશ માટે વેક્સિન સર્ટિફિકેટ ફરજીયાતનો નિયમ બનાવ્યો હતો.

આજથી એટલે કે 23 સપ્ટેમ્બરથી જ નિયમનું અમલીકરણ
ગુજરાતીઑ સહિત અમદાવાદીઑ ખાવાના ખૂબ શોખીન હોય છે એમાં પણ હોટેલમાં જઈ પરિવાર અને મિત્રો સાથે ખાવાનો ચટકો અને શોખ દરેક અમદાવાદી ધરાવે છે.એક તરફ દેશમાં પુરપાટ ઝડપે વૅક્સિનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે . રોજ રોજ લાખો વેક્સિનના ડોઝ અપાઈ રહ્યા છે. છતાંય હજુ પણ એવા ઘણા લોકોને જે કાંતો વેક્સિનથી ડરી રહ્યા છે, કોઈ શંકા છે અથવા તો એમ જ નથી લઈ રહ્યા, ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદના સુપર્ણ રસીકરણ થાય તે માટે સંબધિત અધિકારીઑને આદેશ આપી દીધો છે. AMC પણ યુદ્ધના ધોરણે કેમ્પો ગોઠવી વધુમાં વધુ લોકોને વેક્સિન મળે તેવા પ્રયાસો કરી રહી છે. ત્યારે AMC બાદ અમદાવાદ હોટેલ એસો.ની આજે મળેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દરેક હોટેલ અને રેસ્ટોરન્ટમાં કોરોના વિરુદ્ધની રસી લીધેલી હોવાનું પ્રૂફ એટલે કે વેક્સિન સર્ટિફિકેટ વગર પ્રવેશની મનાઈ ફરવામાં આવી છે. આ નિર્ણયનો અમલ આજ થી એટલે કે  23 સપ્ટેમ્બરથી જ નિયમનું અમલીકરણ કરવામાં આવશે. આથી જો આજે હોટેલમાં પરિવાર કે મિત્રો સાથે ખાવા જવાનું વિચારી રહ્યા હોય તો તમામનું વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત લઈ જજો નહિતર ખાવા તો ઠીક હોટેલ કે રેસ્ટોરેન્ટમાં બેસવા પણ નહીં મળે.

કયા કયા જાહેર સ્થળો પર વૅક્સિનેશન સર્ટિ વગર પાબંધી
AMCના નિર્ણય મુજબ અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત તમામ જગ્યાએ રસીનું સર્ટિ ફરજિયાત કરી દેવાયું છે 20 સપ્ટેમ્બરથી AMTS-BRTS, કાંકરિયા લેક્ફ્રન્ટ, કાંકરિયા ઝુમાં પ્રવેશ પહેલા વેકસીનેશન સર્ટિ તપાસવામાં આવી રહ્યું છે. સાથે જ રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, સ્વિમિંગ પુલ, જીમખાનામાં જે પણ AMC હસ્તક હશે ત્યાં સર્ટિ ફરજિયાત ચકાસવામાં આવી રહ્યું છે. સીટી સિવિલ સેન્ટર સહિતના બિલ્ડીંગમાં સર્ટી વગર એન્ટ્રી પર પાબંધી છે. જો તમે હવે વેક્સિન નહીં લીધી હોય તો AMC જાહેર સ્થળો પર કામકાજ માટે કે હરી ફરી નહી શકો અને સાથે જ અમદાવાદની હોટેલ અને રેસ્ટોરન્ટમાં પણ નો વેક્સિન નો એન્ટ્રીનો નિયમ લાગુ થઈ ગયો છે.

અમદાવાદમાં વૅક્સિનેશન સર્ટિ જરૂરી
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક કડક આદેશ પારિત કરવામાં આવ્યો છે. તે છે વેક્સિન વગરના લોકોને મહાનગરપાલિકાના પરિસર એટલે જાહેર સ્થળો પર રોક, 20 સપ્ટેમ્બરથી  આ નિર્ણય પર અમલવારી પણ શરૂ થઈ ચૂકી છે. મનપાના તમામ પરિસરોમાં મુલાકાતિઓનું કોરોના રસીનું સર્ટી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.રસીકરણના સર્ટી તપાસ્યા બાદ જ  પ્રવેશ મળશે તેવો ફરમાન જાહેર કરી દેવાયું છે. આખરે કેમ એએમસીએ આકારો નિર્ણય લેવો પડ્યો 70 લાખથી પણ વધુની વસ્તી ધરાવતા અમદાવાદ શહેરમાં જો રસી લીધેલા લોકોની સંખ્યા પર નજર કરીએ તો શહેરમાં અત્યાર સુધી 36.59 લાખ લોકોએ પહેલો ડોઝ લીધો છે. 16.44 લાખ શહેરના નાગરિકોએ રસીનો બીજો ડોઝ લીધો બાકીના ઘણખરા બાકી જ છે.ત્યારે આજે અમદાવાદ શહેર હોટલ અને રેસ્ટોરન્ટ એસો લીધેલા નિર્ણય બાદ હવે રસી ન લીધેલા લોકોને પણ બહાર જમવા જવા માટે રસી લેવી જ પડશે. આ નિર્ણયને અમદાવાદવાસીઓ આવકારી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ