બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ahmedabad bomb blast know unbelievable story

પર્દાફાશ / ...અને આ એક કડીથી મળી ગયું આતંકીઓનું 'પગેરું', 2008નો સમગ્ર ઘટનાક્રમ જાણી કંપારી છૂટી જશે

Kavan

Last Updated: 08:48 PM, 8 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

26 જુલાઈ 2008ની એ ભયાનક સાંજ તો ક્યારેય નહીં ભૂલાય.. અને હવે તે સાંજે જેટલા પણ લોકોના મૃત્યુ થયા હતાં.. તેમને ન્યાય પણ મળી જશે.. પરંતુ આ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપીઓ સુધી પોલીસ પહોંચી કેવી રીતે..?

  • અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો ચુકાદો
  • દેશભરમાં પહેલીવાર એકસાથે 49 આરોપીને દોષિત 
  • ભરૂચથી મળેલી એક કડીએ ઉકેલ્યો આખો કેસ 

ક્યા નાપાક આતંકીઓએ આ સિરીયલ બ્લાસ્ટને અંજામ આપ્યો હતો તેની પોલીસને જાણ કેવી રીતે થઈ...? આરોપીઓ પાકિસ્તાન ભાગવાના હતા તે પહેલા પોલીસે કેવી રીતે ઝડપી પાડ્યા..? આવા અનેક સવાલોના જવાબ લોકો આજે પણ લોકોમાં ચર્ચાનો વિષય છે. 

શું હતો સમગ્ર ઘટના ક્રમ? 

અમદાવાદમાં 26મી જુલાઈ 2008ના રોજ આતંકવાદીઓ દ્વારા સિરિયલ બોમ્બબ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. સાંજે સાડા છ વાગ્યાથી 20 સ્થળે એક પછી એક 21 ધડાકાએ અમદાવાદને લોહીલુહાણ કરી દીધું. ચારેતરફ દહેશત, લાશો અને મોબાઈલ નેટવર્ક જામ થઈ જતાં અનેક અફવાઓ ઊડી હતી. એ સમયે અમદાવાદ પોલીસ માટે આ એક મોટો પડકાર હતો, કારણ કે આ પહેલાં આતંકી સંગઠન દ્વારા શહેરમાં આવું કોઈ કૃત્ય કરાયું નહોતું.. પરંતુ અમદાવાદ પોલીસે આ કૃત્ય કરનાર આતંકીઓને પણ કોઈપણ કાળે ઝડપાનું નક્કી કરી લીધું હતું અને ઝડપી પણ પાડ્યા.. પરંતુ અહીં લોકો એ જાણવા માગે છે કે, પોલીસ આતંકીઓ સુધી પહોંચી કેવી રીતે..?  

કેવી રીતે ઉકેલાયો ષડયંત્રનો ભેદ 

તો આ સવાલો જવાબ મેળવતા પહેલા આપને એ જણાવી દઈએ કે, આ આખા ષડયંત્રનો ભેદ ઉકેલવાની જવાબદારી તત્કાલીન ક્રાઈમ બ્રાન્ચના DCP અભય ચૂડાસમા અને તેમની ટીમના માથે હતી. સિરીયલ બ્લાસ્ટ સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના વડા આશિષ ભાટીયા હતા અને આશિષ ભાટીયાએ ખાસ અનુભવ ધરાવતા પોલીસ અધિકારીઓને ટીમમાં લેવા માગણી કરી હતી. ગૃહ વિભાગની મંજુરી મળતા જ આશિષ ભાટીયાએ અમદાવાદ તેમજ અન્ય જિલ્લાના કુલ 9 અધિકારીઓની ટીમ બનાવી હતી.. જે ટીમે આ સમગ્ર ષડયંત્રનો ભેદ ઉકેલ્યો અને આતંકીઓને ઝડપી પાડ્યા.. 

તપાસના અધિકારીઓએ 4 મહિના સુધી પોતાના ઘરનો દરવાજો પણ નહોતો જોયો

આ કેસમાં અભય ચૂડાસમાની સાથે-સાથે મયુર ચાવડાની પણ ખુબ મહત્વપૂર્ણ કામગીરી રહી. ખાસ વાત તો એ છે કે, આ આતંકીઓને ઝડપવા માટે તપાસ અધિકારીઓની તમામ ટીમોએ 4 મહિના સુધી પોતાના ઘરનો દરવાજો પણ નહોતો જોયો. પરિવાર અને સંતાનોથી દૂર રહીને રાત દિવસ તપાસ કરી હતી. 

ભરૂચથી મળેલી એક કડીએ ઉકેલ્યો આખો કેસ 

આમ આ બોમ્બ બ્લાસ્ટના કેસમાં અનેક મહિનાઓ રાત-દિવસ એક કરીને પોલીસે તમામ આતંકીઓને શોધી કાઢ્યા હતા.. આ કેસમાં અન્ય રાજ્યોની પણ લીંકો મળી હતી.. અને તે તમામ આતંકીઓ સુધી પણ પોલીસ પહોંચી હતી.. જેમાં ભરૂચમાંથી મળેલી એક કડીએ આખો ભેદ ઉકેલ્યો હતો. બુધવારે આ કેસમાં આરોપીઓને સજા થશે.. જે પોલીસની કામગીરીની તો સફળતા છે જ.. પરંતુ સાથે-સાથે 14 વર્ષે ન્યાયની રાહત જોતા પરિવારો માટે પણ ખુશીની વાત છે

જ્યારે ધણધણી ઉઠ્યું હતું અમદાવાદ

  • 26 જુલાઇ 2008ના રોજ અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા 
  • અમદાવાદમાં 20 જગ્યાએ બ્લાસ્ટ થયા હતા 
  • સિરિયલ બ્લાસ્ટમાં 58 લોકોના મોત, 200થી વધુ ઘાયલ થયા હતા 
  • ઇન્ડિયન મુઝાહિદ્દિને લીધી હતી હુમલાની જવાબદારી
  • મુફ્તિ અબુ બશીર, અન્ય 9 આરોપી બ્લાસ્ટના મુખ્ય આરોપી 
  • બ્લાસ્ટ પહેલા મીડિયા સંસ્થા પર ઇ-મેઇલ કરવામાં આવ્યો હતો 
  • ઇ-મેઇલ મળ્યાના પાંચ જ મિનિટમાં અમદાવાદમાં બ્લાસ્ટ થયા હતા 
  • બ્લાસ્ટ માટે ટિફિન બોમ્બ, સ્કુટર અને કારનો ઉપયોગ થયો હતો 
  • અમદાવાદમાં હાટકેશ્વર સર્કલ પર બજારમાં મોટો બ્લાસ્ટ થયો હતો 
  • અમદાવાદ સિવિલ અને એલજી હોસ્પિટલને પણ નિશાન બનાવી હતી
  • AMTS બસમાં પણ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો
  • બ્લાસ્ટમાં આરોપીઓને અલગ પ્રકારની મોડ્સ ઓપરેન્ડી અપનાવી હતી 
  • ત્રાસવાદીઓએ ઇજાગ્રસ્તને ટાર્ગેટ કરવા હોસ્પિટલમાં બ્લાસ્ટ કર્યો હતો 

અમદાવાદમાં ક્યાં થયા હતા બ્લાસ્ટ?

  • હાટકેશ્વર સર્કલ 
  • બાપુનગર
  • ઠક્કરબાપાનગર 
  • જવાહર ચોક 
  • સિવિલ હોસ્પિટલ 
  • એલજી હોસ્પિટલ
  • મણિનગર 
  • ખાડિયા 
  • રાયપુર 
  • સારંગપુર 
  • ગોવિંદવાડી 
  • ઇસનપુર 
  • નારોલ 
  • સરખેજ 

ધડાધડ બ્લાસ્ટથી ધ્રુજી ઉઠ્યું હતું શહેર
અમદાવદા માં અલગ અલગ 10થી વધુ સ્થળે બ્લાસ્ટ થયા હતા.જેમાં સિવિલ હોસ્પિટલ પણ બાકાત ન હતી.એલ.જી.હોસ્પિટલ અને સિવિલ હોસ્પીટલમાં થયેલા બ્લાસ્ટને કારણે દર્દીઓ હોસ્પીટલમાં સારવાર લેવા જવામાં પણ ડરતા હતા.તે સમયે અમદાવાદ સિવિલ હોસ્પીટલના સુપ્રીમટેન્ડ એમ.એમ.પ્રભાકરના હતા.

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ

  • 57 લોકોના થયા હતા મૃત્યુ
  • 244 ઈજાગ્રસ્ત થયા હતા
  • 14 વર્ષે ચુકાદો
  • દોષિતોની સંખ્યા 77
  • 1163 સાક્ષીના નિવેદન લેવાયા
  • 521 આરોપીઓ સામે ચાર્જશીટ 
  • 3,47,800 નિવેદન નોંધાયા

કયા પોલીસ અધિકારીઓ તપાસ ટીમમાં હતા?

  • આશિષ ભાટીયા
  • અભય ચુડાસમા
  • ગિરીશ સિંઘલ
  • હિમાંશુ શુક્લા
  • વી આર ટોળીયા
  • મયુર ચાવડા
  • રાજેન્દ્ર અસારી
  • ઉષા રાડા
  • દિલીપ ઠાકોર
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ