બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ahmedabad bjp worker clash pm modi birthday

મારામારી / PM મોદીની બર્થ-ડે ઉજવણી નિમિત્તેના આ કાર્યક્રમમાં જ ભાજપ કાર્યકરો બાખડી પડ્યા

Divyesh

Last Updated: 03:37 PM, 15 September 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે શહેરમાં ભાજપ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમ હાથ ધરાયા છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે સવારે અસારવા વોર્ડમાં ભાજપના કાર્યકરો વૃક્ષારોપણ માટે એકઠા થયા હતા તે દરમિયાન આ વોર્ડનાં બે જૂથ અમુક કારણસર બાખડી પડતાં વોર્ડ પ્રમુખને ગડદાપાટુનો માર મરાયો હોવાનું જાણવા મળ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આડે ગણતરીના મહિના બાકી રહ્યા હોઇ શહેર ભાજપનો જૂથવાદ આજના બનાવથી બહાર આવ્યો છે. અસારવા વોર્ડના કલાપીનગરના છેલ્લા બસસ્ટેન્ડ પાસે વૃક્ષારોપણ માટે એકઠા થયેલા ભાજપના કાર્યકરો વચ્ચે જૂથવાદના કારણે મામલો બીચકયો હતો. કેટલાક કાર્યકરોએ વિધાનસભા પ્રભારી હિંમતસિંહ પરિહારની હાજરીમાં વોર્ડ પ્રમુખ પ્રહલાદ પટેલને ગડદાપાટુનો માર માર્યો હોવાની વિગત જાણવા મળી છે.

આ અંગે કેટલાક કાર્યકરો સ્થાનિક ધારાસભ્ય અને ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરવા એનેક્સી દોડી ગયા હતા. પ્રદીપસિંહ જાડેજાએ પણ સમગ્ર મારામારીના મામલાને ગંભીરતાથી લીધો હોવાનું જાણવા મળ્યું છે. શહેર ભાજપમાં સામી ચૂંટણીએ શહેર પ્રમુખ વિરુદ્ધ અસંતોષ પ્રવર્તી રહ્યો છે. 

મ્યુનિ. ભાજપમાં પણ એક અથવા બીજા પ્રકારનો જૂથવાદ હોઇ શિસ્તના નામે અત્યાર સુધી જૂથવાદ પડદા આડે રહ્યો હતો, પરંતુ હવે આ જૂથવાદ ધીમે ધીમે બહાર આવી રહ્યો હોઇ અસારવાના મામલાની છેક કોબા સુધી ગંભીર નોંધ લેવાય તેવી ચર્ચા ઊઠી છે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP ahmedabad workers અમદાવાદ કાર્યકરો ભાજપ bjp
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ