ahmed patel abhay bhardwaj death two seat rajya sabha election gujarat
રાજનીતિ /
ગુજરાતના બે દિગ્ગજ નેતાઓના નિધનથી ફરી એક વખત આ ચૂંટણીના એંધાણ, 2019 જેવી સર્જાઈ શકે સ્થિતિ, ભાજપ મારશે બાજી
Team VTV10:50 PM, 03 Dec 20
| Updated: 10:54 PM, 03 Dec 20
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનું 25 નવેમ્બર અને ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું 1 ડિસેમ્બરે નિધન થયું હતું. આ બન્ને રાજ્યસભાના સાંસદોના નિધનથી રાજ્યસભાની 2 બેઠકો ખાલી પડી છે. જે અંગ રાજ્યસભા સચિવાલયે બુધવારે જાહેર કર્યું છે. ત્યારે આ 2 બેઠકો પર ચૂંટણી પણ યોજાશે.
બે દિગ્ગજ નેતાઓના નિધનથી ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણી યોજાશે
ભાજપ બન્ને બેઠકો પર બાજી મારી જશે
એક સાથે ચુંટણી નહિ થાય તેથી ભાજપને બહુમતીના જોરે બંને બેઠકો પર મળશે જીત
ગુજરાતમાં ટૂંકા ગાળામાં જ રાજ્યસભાના બે સાંસદોનાં નિધન થયાં છે. જેને લઇને આ બન્ને રાજ્યસભાની બેઠકો ખાલી પડી છે. જેને લઇને ગુજરાતમાં ફરી રાજ્યસભાની ચૂંટણી યોજાશે. ત્યારે અભય ભારદ્વાજની બેઠક ભાજપ પાસે જ હતી પરંતુ અહમદ પટેલના નિધનથી ભાજપને રાજકીય ફાયદો થશે. ભાજપ પાસે ગુજરાત વિધાનસભામાં બહુમતિ હોવાથી ભાજપની રાજ્યસભામાં એક બેઠક વધી જશે. આ બંને બેઠકોની અલગ અલગ ચૂંટણી થશે અને ભાજપ બંને બેઠકો જીતી જશે તેવી પૂર્ણ સંભાવના છે.
ભાજપ બન્ને બેઠકો પર બાજી મારી જશે
રાજ્યસભા સચિવાલયે કોંગ્રેસના એહમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધનથી આ બંને બેઠકો ખાલી પડ્યાનું બુધવારે જાહેર કર્યું છે. આ બંને બેઠકો માટે એક સાથે, એક જ દિવસે પરંતુ અલગ અલગ બેલેટ પેપરથી ચૂંટણી યોજાશે. તેના કારણે કોંગ્રેસના હાથમા એક પણ બેઠક નહીં આવે અને બન્ને બેઠકો પર ભાજપ બાજી મારી જશે. તેથી જુલાઈ 2019માં યોજાયેલી રાજ્યસભાની પેટાચૂંટણી જેવી સ્થિતિ આ ચૂંટણીમાં થશે. એ ચૂંટણીનો કેસ પણ હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, જેથી આગામી રાજ્યસભાની ચૂંટણી એક સાથે થવાની શક્યતા નહિવત્ છે.
એક સાથે ચુંટણી નહિ થાય તેથી ભાજપને બહુમતીના જોરે બંને બેઠકો પર મળશે જીત
એહમદ પટેલની ટર્મ 18 ઓગસ્ટ 2023 સુધી અને અભય ભારદ્વાજની ટર્મ 21 જુન 2026 સુધીની હતી. રાજ્યસભાએ ગુજરાતમાં 111 પૈકી 2 બેઠકો ખાલી થયાનું જાહેર કર્યા બાદ સવા મહિનામાં પેટાચૂંટણી યોજાશે. જૂલાઈ 2019ની ચૂંટણીથી અલગ આ વખતે બન્ને બેઠકોની ટર્મ અને ખાલી થવાનાં કારણો અલગ અલગ છે. પરંતુ સુપ્રીમમાં કેસ હોવાથી એક સાથે ચુંટણી નહિ થાય તેથી ભાજપને બહુમતીના જોરે બંને બેઠકો સરળતાથી મળી જશે.
2019ની લોકસભા ચૂંટણીમાં ચૂંટાયા બાદ રાજ્યસભાના સાંસદપદેથી અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ રાજીનામા આપ્યા હતા. આ બેઠકો ખાલી થતા એક દિવસના અંતરે એક પછી એક નોટિફિકેશન જાહેર થયા હતા અને તેના આધારે ચૂંટણીપંચે એક જ ટર્મની બે બેઠકો માટે એક જ દિવસે બે અલગ અલગ બેલેટ પેપરથી ચૂંટણી જાહેર કરી હતી. જેને લઇને કોંગ્રેસે આ ચૂંટણીને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે, હાલ કોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવેલી છે.ત્યારે આ અંગે વધુ માહિતી જાણો Analysis With Isudan Gadhviમાં...