બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અમદાવાદ / Agriculture Minister Raghavji Patel big statement regarding crop damage assistance

તારાજીનો તાગ / કૃષિમંત્રી રાઘવજી પટેલે છોટાઉદેપુર, નર્મદા,પંચમહાલ જિલ્લામાં ખેતરોનું કર્યું નિરીક્ષણ, સહાયને લઈ આપ્યું મોટું નિવેદન

Vishnu

Last Updated: 09:06 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત તેમજ મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ મળી કુલ ૮ જિલ્લાઓના ૩૮ તાલુકાઓમાં કૃષિ પાકો અસરગ્રસ્ત થયા છે.

  • કૃષિમંત્રી રાઘવજીએ કર્યું નિરીક્ષણ
  • ખેતીમાં વ્યાપક નુકસાનનો અહેવાલ
  • સરકાર વહેલી તકે આપશે સહાય

ખેતીની નિર્ભરતા મોટાભાગની વરસાદ પર છે. વરસાદની ઘટ રહે તો પણ અને વધે તો પણ ખેતીમાં નુકસાની વેઠવાની રહે. ખેડૂતને ભાગે નુકસાની જ આવે. આ વખતે વરસાદના પહેલા જ રાઉન્ડમાં નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, પંચમહાલ સૌરાષ્ટ્રના દ્વારકા,જેતપુર અને ધોરાજી અને કચ્છનો કેટલોક વિસ્તાર પાણી પાણી થઇ ગયું. વરસાદી પાણીએ ખેડૂતની આંખમાં પાણી લાવી દીધા. સતત વરસતા વરસાદને લીધે પાણી ઓસર્યા નહીં. જમા થયેલા પાણીથી ચોમાસુ પાક કોહવાઈ ગયો. જે પાક પાછળની મહેનતથી આવનારા વર્ષની કમાણી નિર્ભર હતી તે પાણીમાં સમાઇ ગઇ છે.

નર્મદામાં પાક નુકસાનીનો તાગ મેળવ્યો
ત્યારે નર્મદા જિલ્લામાં ખેતીમાં વ્યાપક નુકસાનનો અહેવાલ મેળવવા કૃષિમંત્રી રાઘવજી પટેલ નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. ખેડૂતો સાથે મુલાકાત કરી અને ખેતરોનું પણ નિરીક્ષણ કર્યું હતું...બાદમાં જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી જરૂરી નુક્સાનીનો અહેવાલ મેળવ્યો હતો. જોકે તેમણે સર્વે મુજબ જે તે ખેડૂતોને ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી તેમના ખાતામાં સહાય જમા થશે, જેમાં પ્રધાનમંત્રી કિશાન સહાય, રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ સહાય આપવાની કૃષિ મંત્રીએ વાત કરી હતી.

સર્વે બાદ સહાય જાહેર થશે
સાગબારા અને ડેડીયાપાડામાં થયેલા ભારે વરસાદને કારણે કરજણ નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે નાંદોદ તાલુકામાં કરજણ નદીના કિનારે આવેલા ગામોની ખેતીને નુકસાન થવા પામ્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ નાંદોદ તાલુકાના કરજણ કાંઠા વિસ્તારમાં આવતા કુલ 12 ગામમાં ખેતીને નુકસાન થયું છે જેમાં 547 ગામો અસરગ્રસ્ત થયા છે.જો કે સરકારે સહાયની જાહેરાત કરી છે પરંતુ કેટલી આપશે તે હજુ જાહેરાત કરી નથી.

પંચમહાલમાં પણ તારાજીની જાત તપાસ કરી
તો બીજી તરફ પાક નુકસાની અંગે જાત નિરીક્ષણ કરવા આવેલા કૃષિમંત્રી રાઘવજી પટેલે પંચમહાલના જાંબુઘોડાના ડુમા ગામ ખાતે તારાજી વાળા ખેતરોમાં જઈ નિરીક્ષણ કરી કૃષિ મંત્રીએ કલેકટર પાસેથી પણ નુકશાન અંગેની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ખેડૂતો સાથે સંવાદ કર્યા બાદ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ ને જરૂરી કાર્યવાહી કરી ખેડૂતોને વહેલી તકે સહાય પહોંચાડવા સૂચનો કર્યા હતા. છોટાઉદેપુરના બોડેલીમાં વિસ્તારમાં કૃષિમંત્રીએ ખેડૂતોની સ્થિતિ જાણી હતી.

પાણી એટલા ભરેલા છે કે ખેતર પણ દેખાતું નથી
ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં ભારે વરસાદ દરમિયાન સીઝનનો 114 ટકા વરસાદ નોંધાયો છે જેને લઈ ડુમા સહિત આસપાસ ના હવેલી, કેવા,પડીડેરી, ઉંચેટ સહિત ના ગામોમાં ખેતીને ભારે નુકશાન થયું છે.આ વિસ્તારમાં મકાઈ,કપાસ સહિત ના મુખ્ય પાકો ને ભારે નુકશાન થયું છે. ભારે વરસાદ માં જમીનો ધોવાણ થતા ત્યારે વાવેતર કરેલ બિયારણ સહિત દવા,ખાતર અને મજૂરીનો ખર્ચ માથે પડ્યો છે. જોકે અહીંના ખેડૂતોની સરકાર પાસે ખેતીને 100 ટકા નુકશાન થયું હોવાથી વહેલી તકે વળતર ચુકવવામાં આવે અને આ વિસ્તાર માટે ખાસ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી માંગણી ખેડૂતો કરી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ