વિચારણા / તો JIO, એરટેલ અને વોડફોનની આ ફ્રી સેવા એક ઝાટકે બંધ થઈ જશે

agr hit government explores minimum fare for voice call and data

ટેલિકોમ ક્ષેત્રના મોટા નુકશાનને પહોંચી વળવા સરકાર વોઈસ કોલિંગ અને ડેટા માટે લઘુતમ કીમત નક્કી કરવા યોજના બનાવી રહી છે. ત્રણ અઠવાડિયા પહેલા આવેલા સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ટેલીકોમ કંપની Vodafone-Idea અને Airtel ને સરકારને હજાર કરોડ રૂપિયા ચુકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ૧૪ વર્ષથી ચાલી રહેલા AGR વિવાદના કારણે દેશની બે મોટી ટેલીકોમ કંપનીને મોટું નુકશાન ભોગવવું પડી રહ્યું છે. આ ટેલીકોમ કંપનીઓના નુકશાન માટે સરકાર કેટલાક દિવસોથી ચર્ચા કરી રહી છે. IANS ના રીપોર્ટ અનુસાર, ટેલીકોમ મંત્રાલય ટેલીકોમ કંપનીઓ માટે વોઈસ અને ડેટા માટે લઘુતમ કિંમત નક્કી કરવા વિચાર કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ