બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 12:23 PM, 19 June 2022
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે મંગળવારે સેનામાં નાના ગાળા માટે ભરતીની જાહેરાત કરી છે. સરકારે તેને અગ્નિપથ યોજના નામ આપ્યું છે. આ યોજના અનુસાર, સેનામાં ચાર વર્ષ માટે યુવાનોની ભરતી થશે, જેને અગ્નિવીર કહેવામાં આવશે. આ યોજના અંતર્ગત 25 ટકા યુવાનોને ભારતીય સેનામાં સેવા માટે આગળ લઈ જવામાં આવશે, બાકીના અગ્નિવીરોને નોકરી છોડવી પડશે.
અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ દેશના કેટલાય ભાગોમાં યુવાનો પ્રદર્શન કરી રહ્યા છે. ઘણી જગ્યાએ પથ્થરમારો અને આગની ઘટનાઓ પણ બની છે. આ પ્રથમ વાર થઈ રહ્યું છે જ્યારે દેશમાં નાના ગાળા માટે સેનામાં ભરતી થઈ રહી છે. સરકારે તર્ક આપ્યો છે કે, વિદેશોમાં પણ આવી રીતે સેનામાં ભરતી થઈ રહી છે.
ADVERTISEMENT
ભારતની માફક દુનિયાના કેટલાય એવા દેશો છે, જ્યાં ઓછા સમય માટે સેનામાં ભરતી થાય છે. પણ મહત્વની વાત એ છે કે, આ દેશોમાં સેનામાં સેવા આપવી ફરજિયાત છે અને તેના માટે કાયદો પણ બનાવ્યો છે, પણ અગ્નિપથ યોજનામાં આવુ નથી.
તો આવો જાણીએ ક્યા ક્યા દેશોમાં આવી યોજના છે અને સેનામાં સેવા આપવી ફરજિયાત છે
ઈઝરાયલ
ઈઝરાયલમાં સેન્ય સેવા પુરુષો અને મહિલાઓ માટે ફરજિયાત છે. પુરુષ ઈઝરાયલી રક્ષા દળમાં ત્રણ વર્ષ અને મહિલાઓ લગભગ બે વર્ષ સુધી સેવા કરે છે. આ દેશ અને વિદેશમાં ઈઝરાયલી નાગરિકો પર લાગૂ પડે છે. નવા અપ્રવાસીઓ અને અમુક ધાર્મિક સંગઠનોના લોકોને મેડિકલના આધારે નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત વિશેષ પરિસ્થિતિઓમાં એથલિટ ટૂંકા ગાળા માટે સેવા આપી શકે છે.
દક્ષિણ કોરિયા
દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રયી સેન્ય સેવા માટે એક મજબૂત સિસ્ટમ બનેલી છે. શારીરિક રીતે સક્ષમ તમામ પુરુષો સેનામાં 21 મહિના, નૌસેનામાં 23 મહિના અથવા વાયુ સેનામાં 24 મહિના સેવા આપવી ફરજિયાત છે. આ ઉપરાંત દક્ષિણ કોરિયામાં પોલીસ, તટરક્ષક, અગ્નિશમન સેવા અને અમુક વિશેષ મામલામાં સરકારી વિભાગમાં નોકરી કરવાનો વિકલ્પ મળે છે. જો કે, ઓલંપિક અથવા એશિયાઈ રમતોમાં ગોલ્ડ મેડલ જીતનારા ખેલાડીઓને સેનામાં ફરજિયાત પણે સર્વિસ આપવામાં છૂટ મળે છે. મેડલ નહીં લાવનારા ખેલાડીઓને પાછુ સેનામાં સેવા આપવી પડે છે.
ઉત્તર કોરિયા
ઉત્તર કોરિયામાં સૌથી લાંબી ફરજિયાત સેના સેવાની જોગવાઈ છે. આ દેશમાં પુરુષોને 11 વર્ષ અને મહિલાઓને સાત વર્ષ સેનામાં નોકરી કરવી પડે છે.
ઈરીટ્રિયા
આફ્રિકી દેશ ઈરીટ્રિયામાં રાષ્ટ્રીય સેનામાં પણ ફરજિયાતપણે સેવા આપવાની જોગવાઈ છે. આ દેશમાં પુરુષો, યુવાનો અને અવિવાહીત મહિલાઓને 18 મહિના દેશની સેવામાં આપવા પડે છે. માનવાધિકાર સંગઠનોના જણાવ્યા અનુસાર, ઈરીટ્રિયામાં 18 મહિનાની સેવા મોટા ભાગે અમુક વર્ષો માટે વધારી દેવામાં આવે છે. ક્યારેક ક્યારેક તો તેને અનિશ્ચિત સમય સુધી લંબાવી દેવામાં આવે છે. ઈરીટ્રિયામાં આવી રીતના નિર્ણયથી યુવાનો દેશ છોડીને ભાગી રહ્યા છે. કેટલાય લોકોએ બ્રિટનમાં આશરો લીધો છે, કેમ કે તેઓ સેનામાં સેવા આપવા નથી માગતા.
સ્વિટ્ઝરલેન્ડ
સ્વિટ્ઝરલેન્ડમાં 18થી 34 વર્ષની ઉંમરના પુરુષો માટે સેનામાં સેવા આપવી ફરજિયાત છે. સ્વિટ્ઝરલેન્ડે તેને ખતમ કરવા માટે વર્ષ 2013માં મતદાન કર્યું હતું. 2013માં ત્રીજી વાર હતું, જ્યારે આ મુદ્દાને લઈને જનમત સંગ્રહ કરવામાં આવ્યો હતો. સ્વિટ્ઝરલેન્ડમાં ફરજિયાત સેવા 21 અઠવાડીયા લાંબી છે. ત્યાર બાદ વાર્ષિક ટ્રેનિંગ આપવામાં આવે છે. ફરજિયાત સેના જોઈન કરવાનો નિયમ દેશમાં મહિલાઓ પર લાગૂ થતો નથી, પણ તે પોતાની મરજીથી સેનામાં સામેલ થઈ શકે છે.
બ્રાઝીલ
બ્રાઝીલમાં 18 વર્ષના પુરુષો માટે સેનામાં સેવા આપવી ફરજિયાત છે. જે 10થી 12 મહિના હોય છે. સ્વાસ્થ્ય કારણોને લઈને સેનામાં ફરજિયા સેવા આપવા માટે છૂટછૂટ મળે છએ. જો કોઈ યુવાન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, તો તેને અમુક સમય બાદ સેનામાં ફરજિયાત સેવા આપવી પડે છે. સેનામાં જતા યુવાનોને તેના માટે વેતન, ભથ્થા, ભોજન અને અમુક છૂટછાટ આપવામાં આવે છે.
સીરિયા
સીરિયામાં પુરુષો માટે સેનામાં સેવા આપવી ફરજિયાત છે. માર્ચ 2011માં રાષ્ટ્રપતિ બશર અલ અસદે ફરજિયાત સેવાને 21 મહિનાથી ઘટાડીને 18 મહિના કરવાનો નિર્ણય કર્યો છે. જે વ્યક્તિ સરાકરી નોકરી છે, તે જો ફરજિયા સેનામાં સેવા નહીં કરે તો તેમની નોકરી પણ જાય છે. એમનેસ્ટી ઈંટરનેશનલનું કહેવુ છે કે, ફરજિયાત સૈન્ય સેવામાંથી ભાગી જનારાઓને 15 વર્ષની જેલની સેવા ભોગવવી પડે છે.
જોર્જિયા
જોર્જિયામાં એક વર્ષ માટે ફરજિયાત સેનામાં સેવા આપવી પડે છે. તેના માટે ત્રણ મહિના યુદ્ધની ટ્રેનિંગ પણ આપવામાં આે છે. બાકીના 9 મહિના ડ્યૂટી ઓફિસર તરીકે કામ કરે છે. જે કાયમી સેનાને મદદ કરે છે. જોર્જિયામાં ફરજિયાત સેના સેવા બંધ કરી દીધી હતી, પણ 8 મહિના બાદ ફરીથી તેને 2017માં શરૂ કરી દીધી હતી.
લિથુઆનિયા
લિથુઆનિયામાં ફરજિયાત સેન્ય સેવાને વર્ષ 2008માં ખતમ કરી દેવામાં આવી હતી, વર્ષ 2016માં લિથુઆનિયાની સરકારે પાંચ વર્ષ માટે તેને ફરીથી શરૂ કરી હતી. સરકારનું કહેવુ હતું કે, વધતાં જતા રશિયાના ખતરાથી તેમને આવી રીતે જવાબ આપી શકાય છે. પણ 2016મા ફરીથી શરૂ કરી દેવામાં આવી, જે 18થી 16 વર્ષના પુરુષો માટે એક વર્ષ સેનામાં સેવા આપવી ફરજિયાત છે.
સ્વીડન
સ્વીડનમાં 100 વર્ષ બાદ સેનામાં ફરજિયાત સેવા આપવાનો કાયદો 2010માં ખતમ કરી દીધો હતો, વર્ષ 2017માં તેને ફરીથી શરૂ કરવા માટે મતદાન કરવામાં આવ્યું હતું. આ નિર્ણય બાદ જાન્યુઆરી 2018થી 4000 પુરુષો અને મહિલાઓને ફરજિયાત સેવામાં લેવાનો નિર્ણય કર્યો હતો. એક રિપોર્ટ્સ અનુસાર, 2025 સુધીમાં ત્યાં 8 હજાર પુરુષો અને મહિલાઓને ફરજિયાત સેનામાં સેવા માટે લેવામાં આવશે.
આ ઉપરાંત તુર્કીમાં 20 વર્ષથી વધારે ઉંમરના તમામ યુવાનોને સેનામાં સેવા આપવી ફરજિયાત છે. તેમને 6થી 15 મહિનાની સેવા આપવી પડે છે.
ગ્રીસમાં 19 વર્ષના યુવાનોને 9 મહિનાની સેન્ય સેવા આપવી પડે છે.
ઉપરાંત ઈરાનમાં 18 વર્ષથી મોટી ઉંમરના યુવાનોને 24 મહિના સેનામાં સેવા આપવી પડે છે.
ક્યૂબામાં 17થી 28 વર્ષની ઉંમરના પુરુષોને 2 વર્ષ સુધી સેનામાં સેવા આપવી ફરજિયાત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.