જાયરા વસીમ અને સના ખાન બાદ હવે વધુ એક અભિનેત્રીએ ગ્લેમર ઈન્ડસ્ટ્રીનો સાથ છોડી દીધો છે. તેમણે બધુ છોડીને હિજાબમાં રહેવાનું વિચાર્યુ છે અને અલ્લાહની ઈબાદતમાં પોતાનું જીવન સમર્પિત કરવા માગે છે. અભિનેત્રી મહજબી સિદ્દીકીએ આ વાતની માહિતી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા આપી છે.
વધુ એક અભિનેત્રીએ ગ્લેમર ઈન્ડસ્ટ્રીનો સાથ છોડી દીધો
મહજબી સિદ્દીકીએ જણાવ્યું કે તેઓ છેલ્લાં બે વર્ષોથી આ વાતને લઇને પરેશાન હતી. બિગ બોસ 11માં જોવા મળેલી મહજબી સિદ્દીકીએ શો પૂર્ણ થયા બાદ પોતાના મેકઓવરથી સૌ કોઈને ચોંકાવી દીધા હતા. મહત્વનું છે કે બિગ બોસના ઘરમાં તેમણે એક સામાન્ય વ્યક્તિ તરીકે પ્રવેશ મેળવ્યો હતો. હવે મહજબી સિદ્દીકીએ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી છે કે તે હવેથી હંમેશા હિજાબમાં જ રહેશે. ઈન્સ્ટાગ્રામ પર એક લાંબી-પહોળી પોસ્ટ શેર કરી મહજબી સિદ્દીકીએ પોતાની વાત મુકી છે અને કહ્યું છે કે હવે તે અલ્લાહના માર્ગે આગળ વધશે. બિગ બોસ સ્ટારે સ્પષ્ટતા કરી છે કે તે છેલ્લાં 1 વર્ષથી સના ખાનને ફોલો કરી રહી છે અને તેનાથી પ્રભાવિત થઇને તેણે અલ્લાહના માર્ગ પર ચાલવાનો નિર્ણય કર્યો છે.
મહજબી સિદ્દીકીની પોસ્ટ વાયરલ
મહજબી સિદ્દીકીએ પોસ્ટમાં લખ્યું છે, હું એટલા માટે લખી રહી છુ કારણકે હું 2 વર્ષથી ખૂબ પરેશાન હતી. મને કશું સમજાતુ ન હતુ કે એવુ હુ શુ કરે જેનાથી મને શાંતિ મળે. તેમણે વધુમાં લખ્યું છે, અલ્લાહની અવગણના કરીને મનુષ્યને ક્યારેય પણ શાંતિ મળતી નથી. તમે કોઈને ખુશ કરવા માટે ગમે તેવુ કરી લો પરંતુ લોકો ખુશ થતા નથી. જેના કારણે સારું એ છે કે અલ્લાહને ખુશ રાખવામાં આવે. હું સના બહેનને એક વર્ષથી ફોલો કરી રહી છુ. મહજબીએ વધુમાં લખ્યું છે, અલ્લાહની ઈબાદત કરીને મને શાંતિ મળી છે અને હું ઈચ્છુ છુ કે અલ્લાહ મારા ગુનાને માફ કરી દે અને મને સારા માર્ગ પર ચાલવાની શક્તિ આપે.