સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ થતાની સાથે જ મોડી રાતથી લોકો પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર અને કાર લઇને એકઠા થતાં પેટ્રોલપંપમાં ડીઝલ ખૂટ્યું
મહીસાગરના લુણાવાડામાં ડીઝલની અછત
પેટ્રોલ પંપ પર ડીઝલ નથીના લાગ્યા બોર્ડ
લુણાવાડામાં પેટ્રોલનો પૂરતો સ્ટ્રોક ઉપલબ્ધ
મહીસાગરમાં પેટ્રોલ નથી તેવી ખોટી અફવાના કારણે મોડીરાત્રે પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો લાગી ગઇ હતી. સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ થતાની સાથે જ મોડી રાતથી લોકો પેટ્રોલ પંપ પર ટુ વ્હીલર અને કાર લઇને એકઠા થવા લાગ્યા હતા. જોકે લુણાવાડા નગરમાં હાલ ડીઝલની અછત સર્જાઇ હોવયનું સામે આવ્યું છે.
રાજ્યમાં ગઇકાલે રાત્રે કેટલાક વિસ્તારોમાં અફવા ફેલાઈ હતી કે, ખાડી દેશ દ્વારા ભારતને ઈંધણ આપવાના ઈન્કાર કરવામાં આવ્યો છે. જેને લઈ વાહનચાલકો તાત્કાલિક અસરથી પોતાના વાહનોમાં ઈંધણ ભરાવવા દોડધામમાં લાગ્યા હતા. આ તરફ મહીસાગરના લુણાવાડા નગરમાં ડીઝલની અછત સર્જાઇ હતી. જેને લઈ પેટ્રોલ પંમ્પ પર ડીઝલ નથી તેવા બોર્ડ જોવા મળ્યા હતા. જોકે હાલમાં પેટ્રોલ પૂરતી માત્રામાં મળી રહ્યું છે.
લોકોએ એટલું ઈંધણ પૂરાવ્યું કે ડીઝલ જ સમાપ્ત
ગઇકાલે રાત્રે ફેલાયેલી અફવાઓને કારણે લોકોને એટલું બધુ ઈંધણ પુરાવ્યું હતું કે, ડીઝલની જથ્થો જ પૂર્ણ થી ગયો હતો. જેને લઈ પેટ્રોલપંપ સંચાલકોએ પેટ્રોલપંપ પર ડીઝલ નથી તેવા બોર્ડ લગાવવા પડ્યા હતા. જેમાં ડીઝલનો સ્ટોક ઉપરથી જ ન હોવાનું જણાવાયું છે. લુણાવાડામાં ડીઝલ ન મળવાથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જોકે હાલ ઇમરજન્સી સેવાઓના વાહનો માટે ડીઝલનો જથ્થો રખાયો છે.
અમદાવાદમાં પણ ગઇકાલે પેટ્રોલપંપ ઉપર લાઈનો લાગી હતી
આગામી ચાર દિવસ સુધી પેટ્રોલ પંપ પર પેટ્રોલની સપ્લાય અટકી જશે તેવા બનાવટી મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ ગઇકાલે મોડી રાત્રે આશ્રમ રોડના નહેરૂ બ્રીજ, પાલડી અને APMC પાસેના પેટ્રોલ પંર ખૂબ મોટા પ્રમાણમાં લોકોએ વાહનો લઇને લાંબી કતારો કરી દીધી હતી.