બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / After the Bhagalpur incident in Bihar now the Dwarka district system has woken up

ચકાસણી / બિહારના ભાગલપુરની ઘટના બાદ હવે દ્વારકા જિલ્લા તંત્ર જાગ્યું, સિગ્નેચર બ્રિજનું કરાશે ઇન્સ્પેક્શન

Malay

Last Updated: 11:21 AM, 7 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dwarka News: બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજનું કામ પૂર્ણ થવાના આરે છે. ત્યારે દ્વારકા જિલ્લા તંત્ર દ્વારા સિગ્નેચર બ્રિજના ઇન્સ્પેક્શનની તૈયારી શરૂ કરાઈ છે. બ્રિજ બન્યા બાદ તેની ચકાસણી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવવામાં આવશે.

 

  • ભાગલપુર ઘટના બાદ દ્વારકા જિલ્લા તંત્ર એક્શનમાં
  • સિગ્નેચર બ્રિજના ઇન્સ્પેકશનની તૈયારી શરૂ કરાઈ
  • એસ.પી સિંગલા કંપની જ બનાવી રહી છે સિગ્નેચર બ્રિજ

બિહારના ભાગલપુર દુર્ઘટના બાદ દ્વારકા જિલ્લાનું તંત્ર પણ જાગી ગયું છે. તંત્રએ બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજના ઇન્સ્પેક્શનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બેટ દ્વારાકાના સિગ્નેચર બ્રિજનું કામ પૂર્ણતાના આરે છે. સિગ્નેચર બ્રિજ બન્યા બાદ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરાવામાં આવશે. બ્રિજ બન્યા બાદ તેની ચકાસણી કરાશે.

એસ.પી સિંગલા કંપની જ બનાવી રહી છે સિગ્નેચર બ્રિજ
આપને જણાવી દઈએ કે, બિહારના ભાગલપુરનો બ્રિજ એસ.પી સિંગલા કાન્સ્ટ્રકશન પ્રાઇવેટ લી. કંપની દ્વારા બનાવવામાં આવ્યો હતો. એસ.પી સિંગલા કંપની જ બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજનું કામ કરી રહી છે. બિહારની બ્રિજ દુર્ઘટના બાદ સ્થાનિક લોકોમાં બ્રિજની ક્ષમતાને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. બિહારમાં બ્રિજ તૂટ્યા બાદ બેટ દ્વારકાના સિગ્નેચર બ્રિજને લઈને ચિંતાઓ વ્યાપી ગઈ છે.

962 કરોડના ખર્ચે બનાવાઈ રહ્યો છે બ્રિજ
બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ રૂપિયા 962 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ ભાગલપુરનો બ્રિજ બનાવનાર કંપની  એસ.પી સિંગલા કાન્સ્ટ્રકશન પ્રાઇવેટ લિમિટેડને જ આપવામાં આવ્યો છે. 40 પીલરો પર ઉભા થનારા આ બ્રિજ પર અઢી ફૂટની ફૂટપાથ હશે. દરિયામાં 62 મીટર ઊંડે ફાઉન્ડેશન કરવામાં આવ્યું છે. સાથે આ બ્રિજની લંબાઈ 2320 મીટર છે. 

કડડડભૂસ થઈને ગંગામાં તૂટી પડ્યો હતો ભાગલપુર બ્રિજ 
બિહારના ભાગલપુરમાં રવિવારે (4 જૂન) અગુવાની-સુલ્તાનગંજ પુલ અચાનક તૂટીને ગંગા નદીમાં પડ્યો હતો. પૂલ તૂટવાની સાથે 3 મોટા પિલર પણ નદીમાં પડ્યાં હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી. પુલ તૂટી પડવાના કારણે ઘટના સ્થળે જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગંગા નદી પર બની રહેલો જે પૂલ તૂટી પડ્યો હતો તે સીએમ નીતિશ કુમારના ડ્રીમ પ્રોજેક્ટ સમાન હતો અને તે 1717 કરોડના ખર્ચે બની રહ્યો હતો. 

વીડિયો પણ આવ્યો હતો સામે
ભાગલપુર-સુલ્તાનગંજમાં અગુવાની પુલ તૂટી પડવાનો વીડિયો સામે આવ્યો હતો. આખો પુલ ગંગા નદીમાં ડૂબી ગયો હતો. નવાઈની વાત એ છે કે આ પુલનો એક ભાગ 2 વર્ષ પહેલા પણ ધરાશાયી થઈ ગયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ