બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / After the announcement of the new Chief Minister of Gujarat, Nitin Patel left for Mehsana

Big Breaking / નવા CMની જાહેરાત બાદ નીતિન પટેલને પ્રતિક્રિયા પૂછાઈ તો જુઓ શું કર્યુ, મહેસાણા જવા રવાના

Vishnu

Last Updated: 06:36 PM, 12 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતિન પટેલ કમલમ છોડી મહેસાણા જવા રવાના થયા મહેસાણા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

  • નીતિન પટેલ કમલમ છોડી મહેસાણા જવા રવાના
  • મહેસાણા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
  • નવા CMની જાહેરાત બાદ નીતિન પટેલે નિવેદન આપવાનું ટાળ્યું

મુખ્યમંત્રી માટે સૌથી પ્રબળ દાવેદાર ગણાતા નીતિન પટેલ પર હાલ સૌથી મીટ મડાઈ છે. રાજીનામાં બાદ તમામ જગ્યાએ જો કોઈ નામ ગુજરાતના મુખ્યમંત્રી માટે ચર્ચાતું હોય તે નીતિન પટેલનું હતું પણ ભાજપ મોવડી મંડળે ભૂપેન્દ્ર પટેલ પર પસંદગી ઉતારી છે. કમલમ ખાતેના કાર્યક્રમ પૂરો થયા બાદ નીતિન પટેલ કમલમ છોડી મહેસાણા જવા રવાના થયા છે. નવા CMની જાહેરાત બાદ નીતિન પટેલે નિવેદન આપવાનું ટાળ્યું છે. 

મહેસાણા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે: નીતિન પટેલ
ભાજપના કમલમ ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા બાદ નીતિન પટેલ સીધા મહેસાણા જવા રવાના થઈ ગયા છે. મળતી માહિતી અનુસાર મહેસાણા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોવાથી તે મહેસાણા ગયા છે. નવા CMની જાહેરાત બાદ નીતિન પટેલેના નિવેદનની સૌ કોઈને રાહ હતી. પણ નીતિન પટેલે નવા મુખ્યમંત્રીને શુભેચ્છા પાઠવી વધુ બોલવાનું ટાળ્યું હતું. વિધાનસભાની આવી રહેલી ચૂંટણી શું ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં લડશે તેવો પ્રશ્ન પુછતાં નીતિન પટેલે કહ્યું હતું કે જે મુખ્યમંત્રી હોય તેનો ચહેરો આગળ રાખી ચૂંટણી લડાય તે સ્વાભાવિક છે.

ઉત્તરાખંડના રાજ્યપાલનું પદ ઓફર થઈ શકે તેવી અટકળો
ગુજરાતમાં વિજય રૂપાણી સાથે તમામ મંત્રીનું પણ રાજીનામું રાજ્યપાલ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું છે. નવી સરકાર બને ત્યાં સુધી જ તમામ મંત્રીઓ તેમનો કાર્યભાર સંભાળી શકશે. ત્યારે અન્ય સમાજને પણ તક આપવા માટે નીતન પટેલને ઉત્તરાખંડના રાજ્યપાલ પદની ઓફર કરવામાં આવી હોવાની અટકળો ચાલી રહી છે. ત્યારે ગુજરાતને  મોટાભાગના ચહેરા નવા મળી શકે તેવા પૂરેપૂરા એંધાણ છે. 

દર વખતની જેમ આ વખતે પણ ભાજપે ચર્ચા બહારના નામને ગુજરાતના સીએમ તરીકે પસંદ કર્યા છે. રૂપાણીના રાજીનામાં બાદ તમામ જગ્યાએ જો કોઈ નામ ગુજરાતના મુખ્યમંત્રી માટે ચર્ચાતું હોય તે નીતિન પટેલનું હતું. ગુજરાતના મુખ્યમંત્રી બનવાની રેસમાંથી નીતિન પટેલ આઉટ થયા બાદ ગુજરાતના રાજકારણમાં વધુ ગરમાવો આવ્યો છે. હાલ તો એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નીતિન પટેલ મહેસાણા જવા રવાના થઈ ગયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ