બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / After Sidhu Moosewala Another Punjabi Singer Attacked Honey Singh Shares Painful Photo

પંજાબ / સિદ્ધૂ મૂસેવાલા બાદ વધુ એક પંજાબી સિંગર પર મોટો હુમલો, હની સિંહે શેર કર્યો દર્દનાક ફોટો

Kishor

Last Updated: 11:21 PM, 2 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વધુ એક પંજાબી સિંગર પર હુમલાની ઘટના સામે આવી છે. જેમાં સિંગર અલ્ફાઝ પર હુમલો થતાં નાશભાગ મચી જવા પામી છે.

  • વધુ એક પંજાબી સિંગર પર હુમલો
  • સિંગર અલ્ફાઝ પર થયો એટેક
  • અલ્ફાઝની સ્થિતિ ખરાબ 

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાએ પંજાબી ઇન્ડસ્ટ્રીને હચમચાવીને રાખી દીધી હતી. તેના ગયા બાદ મ્યૂઝિક ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર ફેલાઈ હતી. ત્યાં હવે વધુ એક પંજાબી સિંગર પર હુમલો થઇ ગયો છે. રેપર હનીસિંહે સિંગર અલ્ફાઝનો ફોટો શેર કરીને આ ઘટનાની માહિતી આપી છે. 

અલ્ફાઝ પર થયો એટેક
હનીસિંહે અલ્ફાઝનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ ફોટોમાં અલ્ફાઝ હોસ્પિટલના બેડ પર જોવા મળી રહ્યો છે. તેમના માથા પર ખુબ ઇજા પહોંચી છે. તેમના હાથ પણ તકિયા પર રાખવામાં આવ્યા છે. જોઇને સ્પષ્ટ છે કે અલ્ફાઝની સ્થિતિ ઘણી ખરાબ છે. હનીએ કેપ્શનમાં લખ્યું કે, 'ગત રાત્રે મારા ભાઈ અલ્ફાઝ પર કોઈએ હુમલો કર્યો. જેમણે પણ આ પ્લાન કર્યો હતો હું છોડીશ નહીં. તમે પ્લીઝ તેમના માટે દુઆ કરો.'

પંજાબી ઇન્ડસ્ટ્રીના અનેક આર્ટિસ્ટ્સ દ્વારા અલ્ફાઝના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી છે. ફેન્સને આ ખબરે ઝટકો આવ્યો છે. અલ્ફાઝ પર હુમલો કરનારા અંગે હજુ કોઈ જાણ થઇ નથી. જણાવી દઇએ કે, અલ્ફાઝ ફેમસ પંજાબી સિંગર છે. આ સિવાય તે એક્ટર, મોડલ અને રાઇટર પણ છે.

કોણ છે સિંગર અલ્ફાઝ
તેમનું અસલી નામ અનજોતસિંહ પન્નૂ છે. અલ્ફાઝનો જન્મ ચંદીગઢમાં થયો હતો. તેમણે પંજાબી ગીત હાય મેરા દિલથી 2011માં પોતાનું સિંગિંગ ડેબ્યૂ કર્યો હતો. આ સિવાય બોલિવુડમાં તેમના બર્થડે બૈશ ગીત ગાયું હતું. ફિલ્મોમાં અલ્ફાઝ વર્ષ 2013માં જોવા મળ્યો હતો. તેમની પહેલી ફિલ્મ જટ્ટ એરવેઝ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, 14 વર્ષની ઉંમરમાં અલ્ફાઝે ગીત લખવાનું શરૂ કરી દીધું હતું. તેમનું પહેલું લખેલું ગીત તેમની ક્રશથી પ્રેરિત થઇને લખ્યું હતું. 12 ધોરણમાં પહોંચવા પર તેમણે કોલ સેન્ટરમાં નોકરી શરૂ કરી દીધી હતી. સાથે તેઓ સ્કૂલ અને કોલેજમાં ભાગડા ક્લાસ આપતા હતા. તે સમયે તેમનો પગાર 25 હજાર રૂપિયા હતો. અલ્ફાઝને બાળપણમાં લિરિકલ માસ્ટરના નામથી પણ ઓળખવામાં આવતા હતા. કહેવામાં આવે છે કે તેઓ પોતાના જીવનથી પ્રેરિત થઇને ગીત લખે છે.

સિદ્ધૂ મૂસેવાલાની વાત કરીએ તો તે ખુબ જ ફેમસ પંજાબી સિંગર અને રેપર હતા. 29 મેના રોજ સિદ્ધૂ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનું નામ આવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ