બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / સ્પોર્ટસ / After Sara Tendulkar cricketer Shubman Gill took Sara Ali Khan on a dinner date

ક્રિકેટ / સારા તેંડુલકર બાદ હવે સારા અલી ખાનને ડિનર ડેટ પર લઈ ગયો આ સ્ટાર ક્રિકેટર! તસવીરો થઈ ગઈ લીક

Megha

Last Updated: 11:54 AM, 30 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર્તિક આર્યનને ડેટ કર્યા પછી હવે ક્રિકેટરને ડેટ કરી રહી સારા અલી ખાન, બંનેના ડિનર ડેટની તસવીર સોશ્યલ મીડિયા પર થઈ વાયરલ

  • સારા અલી ખાન આ ક્રિકેટરને કરી રહી છે ડેટ
  • સારા અલી ખાન પહેલા સારા તેંડુલકર સાથે જોવા મળતો ક્રિકેટર 
  • સારા અલી ખાન સાથે ડિનર ડેટની તસવીર થઈ વાયરલ 

સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાનને તેની એક્ટિંગને કારણે ઇન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાઈ લીધું છે. અભિનેત્રી સારા અલી ખાન જેટલી તેની ફિલ્મો અને કામને લઈને ચર્ચામાં રહે છે એટલી જ તેની લવ લાઈફ અને રિલેશનશિપને લઈને પણ ચર્ચામાં રહે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર સારા અલી ખાન તેની ફિલ્મ લવ આજ કલ 2ના કો-સ્ટાર અભિનેતા કાર્તિક આર્યનને ડેટ કરી રહી હતી અને થોડા સમય પહેલા બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા. કાર્તિક આર્યનને ડેટ કર્યા પછી હવે સારા અલી ખાન હવે ક્રિકેટરને ડેટ કરી રહી છે એવું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સારા એક યુવા ક્રિકેટરને ડેટ કરી રહી છે અને બંને હાલ જ 'ડિનર ડેટ' પર પણ સાથે જોવા મળ્યા હતા. 

સારા અલી ખાન આ ક્રિકેટરને કરી રહી છે ડેટ
તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી એક તસવીર ઘણી વાયરલ થઈ રહી છે જેમાં સારા અલી ખાનને એક ક્રિકેટર સાથે ડિનર કરતાં નજર આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સારા અલી ખાન ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરી રહી છે અને એ બંનેના ડિનર ડેટની તસવીર સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. જો કે બંનેએ હજુ આ વિશે કોઈ નિવેદન આપ્યું નથી પણ તેમની ડેટની ખબરોને નકારી પણ નથી. 

સારા તેંડુલકરને ડેટ કરી રહ્યો હતો શુભમન ગિલ 
જો તમને જણાવી દઈએ કે શુભમન ગિલ પણ આ પહેલા કોઈને ડેટ કરી ચૂક્યો છે.  ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર અને શુભમન ગિલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો કે થોડા સમય પહેલા એવા રિપોર્ટ્સ મળ્યા હતા કે સારા અને શુભમન વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. હવે સમાચાર આવી રહ્યા છે કે શુભમનનું દિલ અભિનેત્રી સારા અલી ખાન પર આવી ગયું છે. 

સોશ્યલ મીડિયા પર બની રહ્યા છે મીમ્સ
અભિનેત્રી સારા અલી ખાન અને ક્રિકેટર શુભમન ગિલની તસવીર વાયરલ થતાં જ હાલ સોશ્યલ મીડિયા પર બંનેને લઈને મીમ્સ બનવા લાગ્યા છે. લોકો મજાક બનાવી રહ્યા છે કે શુભમનને 'સારા' નામ ખૂબ જ પસંદ આવી ગયું છે અને તે આ નામ છોડવા નથી માંગતો. પહેલા તે સારા તેંડુલકરને ડેટ કરી રહ્યા હતા અને હવે સારા અલી ખાનને.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ