બ્રેકિંગ ન્યુઝ

logo
logo

શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી કરાયો ડિસ્ચાર્જ

logo

ગુજરાતમાં હીટવેવની સ્થિતિને લઈ CM ભૂપેન્દ્ર પટેલની X પર પોસ્ટ

logo

ગુજરાત ATSએ પોરબંદરથી ઝડપ્યો પાકિસ્તાની જાસૂસ

logo

કિર્ગીસ્તાનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાતા વરાછાના MLA કુમાર કાનાણીએ લખ્યો PM મોદીને પત્ર

logo

શાહરુખ ખાન બપોરે અપાઈ શકે છે રજા, પ્રાઇવેટ ચાર્ટર્ડમાં મુંબઈ પરત ફરશે

logo

અમદાવાદ ક્રાઈમબ્રાંચે દિલ્લીના એક શખ્સને ક્રિકેટ સ્ટેડિયમમાં સટ્ટો રમતા ઝડપ્યો

logo

રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત

logo

સુરતમાં કાળઝાળ ગરમીની અસર વર્તાઇ, છેલ્લા 24 કલાકમાં થયાં 10ના મોત

logo

રિઝર્વ બેન્કે કેન્દ્ર સરકારને વિક્રમજનક 2.11 લાખ કરોડનું ડિવિડન્ટ ચૂકવ્યું

logo

RCBનું સપનું 17મી વખત તૂટયું! રાજસ્થાને 4 વિકેટે જીતી મેચ

VTV / સ્પોર્ટસ / Cricket / after rohit sharma smriti mandhana 2nd indian opener to score 2000 t20i runs

ક્રિકેટ / રોહિત શર્માના ખાસ ક્લબમાં શામેલ થઈ સ્મૃતિ મંધાના, હિટમેન બાદ આવુ કરનાર બીજી ભારતીય ખેલાડી

Arohi

Last Updated: 02:08 PM, 4 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંધાનાએ બારબાડોસ વિરૂદ્ધ બુધવારે રાત્રે થયેલા મુકાબલામાં વધારે કંઈ કમાલ નથી બતાવ્યો. તે માત્રા 5 રન બનાવીને જ આઉટ થઈ ગઈ.

  • સ્મૃતિ મંધાનાએ નામે કર્યો મોટો રેકોર્ડ 
  • T20Iમાં 2000 રનનો આંકડો કર્યો પાર 
  • રોહિત શર્મા બાદ આમ કરનાર બીજી ભારતીય ખેલાડી 

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેટર સ્મૃતિ મંધાનાએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે T20I ક્રિકેટમાં 2000 રનનો આંકડો પાર કરનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. ત્યાં જ વાત પુરૂષો અને મહિલા ક્રિકેટની કરીએ તો મંધાનાથી પહેલા આ કામ ફક્ત ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કર્યું છે. 

રોહિત શર્માના નામે ક્રિકેટના સૌથી નાના ફોર્મમાં 2973 રન નોંધાવ્યા છે. આ બન્ને ઉપરાંત કોઈ પણ ભારતીય બેટર T20 ઈન્ટરનેશનલમાં 2000 રનનો આંકડો પાર નથી કરી શક્યો. 

T20Iમાં 2000 રન પૂરા કર્યા 
બુધવારે રાત્રે બારબાડોસ સામેની મેચમાં મંધાના વધુ પ્રદર્શન કરી શકી ન હતી. તે માત્ર 5 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી, પરંતુ આ રનના આધારે તેણે ઓપનર તરીકે T20Iમાં 2000 રન પૂરા કર્યા હતા. મંધાનાએ હવે 80 મેચમાં ઓપનિંગમાં 27.45ની એવરેજથી 2004 રન બનાવ્યા છે, જ્યારે તેની T20 કરિયરની વાત કરીએ તો 90 મેચમાં આ ખેલાડીએ 26.23ની એવરેજથી 2125 રન બનાવ્યા છે.

ઓપનર T20I ક્રિકેટમાં સૌથી વધારે રન બનાવનાર ભારતીય બેટર 
રોહિત શર્મા-2973
સ્મૃતિ મંધાના-2004 

ભારત vs બારબાડોસ મેચ વિશે વાત કરીએ તો, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સ 2022ની તેમની ત્રીજી મેચમાં બારબાડોસ ટીમને 100 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે સેમી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારત પોતાની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું. પરંતુ તે પછી તેણે પાકિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું હતું. 

રનના મામલે ભારતની આ બીજી સૌથી મોટી જીત છે. ભારત હવે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ અથવા ન્યુઝીલેન્ડમાંથી કોઈ એકનો સામનો કરશે. જો ભારત સેમિફાઇનલ જીતશે તો તે ફાઇનલમાં રહેશે અને જો હારશે તો પણ મેડલની રેસમાં રહેશે. ફાઈનલ પહેલા રવિવારે જ બ્રોન્ઝ મેડલ માટે મેચ રમાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ