બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / બિઝનેસ / વિશ્વ / After removing the engineers, Musk handed over this big responsibility of Twitter to the hacker, the accusation started to hack the iPhone

બહુ કરી / એન્જિનિયર્સને કાઢીને મસ્કે હેકરને સોંપી ટ્વિટરની આ મોટી જવાબદારી, iPhone હેક કરવાનો લાગ્યો હતો આરોપ

Megha

Last Updated: 06:49 PM, 25 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ જ એક મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર મસ્કે એક હેકરને મોટી જવાબદારી સોંપી છે અને આ હેકરનું નામ જ્યોર્જ હોટ્ઝ છે.

  • મસ્કે એક હેકરને ટ્વિટર મોટી જવાબદારી સોંપી છે
  • જ્યોર્જ હોટ્ઝને કંપનીમાં ટ્વિટર સર્ચ વિકલ્પને ઠીક કરવાનું કામ સોંપ્યું
  • હેકર ટ્વિટર પર 12 અઠવાડિયાની ઇન્ટર્નશિપ કરશે

એલન મસ્કે જ્યારથી ટ્વિટરની કમાન્ડ તેના હાથમાં લીધી છે એ સમયથી જ તેને હજારો કર્મચારીઓને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. સાથે જ ટ્વિટરને લઈને દરરોજ નવા નવા અપડેટ્સ અને ફેરફાર સામે આવી રહ્યા છે. હાલ જ એક મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર મસ્કે એક હેકરને મોટી જવાબદારી સોંપી છે અને આ હેકરનું નામ જ્યોર્જ હોટ્ઝ છે.

જણાવી દઈએ કે મસ્કે જે બયક્તિને જવાબદારી સોંપી છે એ વ્યક્તિ પર 2007માં Apple iPhone હેક કરવાનો આરોપ છે.  જ્યોર્જ હોટ્ઝ આ પહેલો વ્યક્તિ હતો જેણે આઇફોનને અનલોક કર્યું હતું. જો કે વાત અહિયાં પૂરી નથી થતી, એ હેકર  જ્યોર્જ હોટ્ઝ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરના નવા બોસ એલન મસ્કના સ્પેસએક્સ પ્રોજેક્ટ સાથે પણ સંકળાયેલા છે અને હવે મસ્કએ એ જ જ્યોર્જ હોટ્ઝને કંપનીમાં ટ્વિટર સર્ચ વિકલ્પને ઠીક કરવાનું કામ સોંપ્યું છે.

આ સાથે એવી માહિતી પણ મળી છે કે મસ્કે આ હેકરને ટ્વિટર સર્ચમાંથી દરેક ખામીને ફિક્સ કરવા માટે 12 અઠવાડિયાનો સમય આપ્યો છે. જણાવી દઈએ કે કંપનીમાં કામ કરતા એન્જિનિયરો છેલ્લા ઘણા વર્ષોમાં આ સમસ્યાને ઠીક કરી શક્યા નથી આટલા માટે મસ્કે આ કામ જ્યોર્જ હોટ્ઝને સોંપ્યું છે. રોપોર્ટ અનુસાર આ હેકરે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેસાન ફ્રાન્સિસ્કોમાં રહેવાનો ખર્ચ કાઢવા માટે ટ્વિટર પર 12 અઠવાડિયાની ઇન્ટર્નશિપ કરશે.

હોટ્ઝ એ જણાવ્યું હતું કે તે ' લાંબા સમય સુધી કોઈ કંપનીમાં જોડાવા માંગતો નથી,  તે કોપલેક્સ કોડ્સમાં ડૂબકી મારવા માંગે છે.' જ્યોર્જ હોટ્ઝનું કહેવું છે કે તે ' ડોક્યુમેન્ટ્સની મદદથી 1000 માઈક્રો સર્વિસને સાફ કરવાનું કામ કરશે. ' આ સાથે જ કંપનીમાં પોતાના પદને લઈને તેને સ્પષ્ટ કર્યું હતું કે તે કંપનીમાં ઈન્ટર્ન તરીકે કામ કરશે અને  Twitter broken searcને 12 અઠવાડિયામાં ઠીક કરવાનું કામ કરશે.

Twitter સર્ચ વિશે વધુ માહિતી એકઠી કરવા માટે જ્યોર્જ હોટ્ઝે તેના ફોલોઅર્સને પૂછ્યું કે શું તેઓ Google શોધને બદલે Twitter સર્ચનો ઉપયોગ કરશે. આ સાથે જ ટ્વિટર સર્ચની ક્વોલિટી પર પણ સવાલ ઠાવતા તેને પૂછ્યું હતું કે તમારે ગૂગલને બદલે ટ્વિટર સર્ચનો ઉપયોગ કરવા માટે તમારે શેની જરૂર છે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ