બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / સ્પોર્ટસ / Cricket / after practice match virat kohli funny video gone viral

VIDEO / એજબેસ્ટોનમાં વિરાટ કોહલીનો કિંગ અવતાર, 'વોક વિથ કિંગ, મારી તો જિંદગી પૂરી થઈ ગઈ...

MayurN

Last Updated: 07:07 PM, 30 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકાર્યાને ઘણો સમય થઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીની છેલ્લી સદી નવેમ્બર 2019માં નોંધાઈ હતી.

  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ 
  • કોહલી પર રહેશે લોકોની નજર 
  • કોહલીનો વિડીયો વાયરલ થયો

પ્રેક્ટિસ મેચમાં શાનદાર અડધી સદી ફટકારી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ શુક્રવાર (1 જુલાઈ)થી એજબેસ્ટોનમાં રમાવાની છે. આ મેચમાં ભારતીય ફેન્સની નજર સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પર રહેશે. કોહલીએ લિસેસ્ટરશાયર સામેની પ્રેક્ટિસ મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. આવી સ્થિતિમાં, તેમની અપેક્ષાઓ થોડી વધુ વધી ગઈ છે. 

 

વાયરલ વીડીયો 
આ ટેસ્ટ મેચ માટે કોહલી જોરદાર પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે. વિરાટ કોહલીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે શુબમન ગિલ સાથે પ્રેક્ટિસ બાદ ખભા પર કિટ બેગ લઇને પરત ફરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો એજબેસ્ટનના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક કેમેરો સતત વિરાટ કોહલીને ફોલો કરે છે. જેના કારણે વિરાટ કોહલી એક ક્ષણ માટે થોભી જાય છે અને કેમેરા સામે બોલે છે, 'What's up?' વીડિયોનું કેપ્શન પણ એકદમ ફની છે, 'વોક વિથ કિંગ, માય લાઇફ ઈઝ કમ્પ્લીટ'. 

 

આઇપીએલમાં કંગાળ દેખાવ
વિરાટ કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022માં સારું પ્રદર્શન કર્યું ન હતું. કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે 16 મેચમાં 22.73ની એવરેજથી 341 રન જ બનાવી શક્યો હતો, જેમાં બે અડધી સદી સામેલ હતી. ખાસ વાત એ છે કે વિરાટ કોહલી પણ ત્રણ વખત 'ગોલ્ડન ડક'નો શિકાર બન્યો હતો.

કોહલીને સદીની રાહ
ભારત માટે 33 વર્ષના વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી તેને ઘણો સમય થઈ ગયો છે. વિરાટ કોહલીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લી સદી 2019માં થઈ હતી. આ પછી તેણે કોલકાતાના ઈડન ગાર્ડનમાં 136 રન ફટકાર્યા હતા. ત્યાર બાદ વિરાટ કોહલી સદી ફટકારી શક્યો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ