બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / After hearing the news of Rishabh Pant, the cricket world was shocked, Kohli's statement came out for the first time; See what Sachin said

પ્રતિક્રિયા / રિષભ પંતના સમાચાર સાંભળી ક્રિકેટ જગતમાં કોહરામ, પહેલીવાર સામે આવ્યું કોહલીનું નિવેદન; જુઓ સચિને શું કહ્યું

Vishal Khamar

Last Updated: 09:25 AM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની કારને શુક્રવારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. અકસ્માત સર્જાયા બાદ દિગ્ગજ ક્રિકેટરોએ જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી

  • રિષભ પંતના ભયાનક અકસ્માત પર વિરાટ કોહલીની પહેલી પ્રતિક્રિયા 
  • દિલ્હીથી ઘરે પરત જતી વખતે નડ્યો અકસ્માત
  • વિરાટ કોહલી, સચિન તેંડુલકર સહિત ક્રિકેટરોએ સાજા થવા માટે પ્રાર્થના કરી

ભારતના સ્ટાર ક્રિકેટર ઋષભ પંતની કારને શુક્રવારે સવારે લગભગ 5.30 વાગ્યે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે પંત મોડી રાત્રે દિલ્હીથી રૂડકી સ્થિત પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, ક્રિકેટરની કાર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પંતના અકસ્માત પર ક્રિકેટ જગતમાંથી ઘણી પ્રતિક્રિયાઓ પણ આવી છે. વિરાટ કોહલી, સચિન તેંડુલકર સહિત ઘણા દિગ્ગજ ક્રિકેટરોએ પંતના સાજા થવા માટે પ્રાર્થના કરી છે. 

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પંતના અકસ્માત પર પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ પંતના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે.

દિગ્ગ્જ ક્રિકેટરોએ પંત માટે પ્રાર્થના કરી
પંતના અકસ્માત બાદ ઘણા ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટ ખેલાડીઓએ પ્રતિક્રિયા આપી હતી. ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરે પંતના અકસ્માત બાદ કહ્યું હતું કે, ઋષભ પંત, હું તમે જલ્દી સ્વસ્થ થાઓ તેવી પ્રાર્થના કરૂ છું. મારી પ્રાર્થના તમારી સાથે છે.” ટીમ ઈન્ડિયાના મહાન બેટ્સમેન વિરાટ કોહલીએ પંતના અકસ્માત બાદ કહ્યું, “ઋષભ પંત જલ્દી સ્વસ્થ થઈ જાઓ. હું તમારી રિકવરી માટે પ્રાર્થના કરું છું.” આ સિવાય વીરેન્દ્ર સેહવાગે પણ પંતના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી. સેહવાગે ટ્વિટર પર લખ્યું, “ઋષભ પંતના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના. જલ્દી સ્વસ્થ થાઓ.આ સિવાય અન્ય ઘણા ક્રિકેટરોએ પંતના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.

એજન્સીના રિપોર્ટ અનુસાર, ઋષભ પંતની મર્સિડીઝ કાર દિલ્હી-દેહરાદૂન હાઈવે પર રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના કારણે આ અકસ્માત થયો હતો. 25 વર્ષીય ઋષભ પંતની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે ક્રિકેટર, જે રૂરકીમાં ઘરે જઈ રહ્યો હતો, અકસ્માત બાદ તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે પંતને માથા, પીઠ અને પગમાં ઈજા થઈ છે, પરંતુ તેની હાલત સ્થિર છે. સૂત્રએ વધુમાં ઉમેર્યું હતું કે દિલ્હી નરસન બોર્ડર પર જ્યારે કાર ડિવાઈડર સાથે અથડાઈ ત્યારે પંત પોતે જ કાર ચલાવી રહ્યો હતો. તેને તાત્કાલિક દિલ્હી રોડની સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ વધુ સારવાર માટે તેને મેક્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ