બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / After cricket, football, hockey, kabaddi, now chess league is organized in India

નિર્ણય / ક્રિકેટ, ફૂટબોલ, હોકી, કબડ્ડી બાદ હવે ભારતમાં ચેસ લીગનું આયોજન

Premal

Last Updated: 05:17 PM, 6 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટ, ફૂટબોલ, હોકી, કબડ્ડી, કુસ્તી, બેડમિન્ટન અને વોલીબોલ બાદ હવે જે રમત ભારતમાં વ્યવસાયિક રીતે સીડી ચડી રહી છે તે છે ૧૬ ખાનાંની ઠંડાં દિમાગ અને ચતુરાઈથી સદીઓથી રમાતી ચેસ. આ રમત અંગે થોડા દિવસ પહેલાં ઇન્ડિયન ચેસ ફેડરેશને જયપુરમાં યોજાયેલી બેઠકમાં એક મોટો નિર્ણય કર્યો છે.

ચેસના ખેલાડીઓને નથી મળી સુવિધા

એમાં કોઈ શક નથી કે આજે શાનદાર ખેલાડીઓના દમ પર આંતરરાષ્ટ્રીય સ્તરે ચેસની દુનિયામાં ભારતે એક મજબૂત સ્થાન મેળવી લીધું છે. દેશમાં મોટી સંખ્યામાં યુવા વર્ગ આ રમત સાથે જોડાઈ રહ્યો છે. આમ છતાં આ રમત અને ખેલાડીઓને એ મહત્ત્વ, સુવિધાઓ અને આર્થિક ફાયદો નથી મળી રહ્યો, જેવો ક્રિકેટ, ફૂટબોલ, હોકી, બેડમિન્ટન, કબડ્ડી અને કુસ્તીના ખેલાડીઓને મળી રહ્યો છે.

દેશમાં ચેસ લીગનું આયોજન કરવાનો નિર્ણય

ચેસ ફેડરેશને દેશમાં આ રમતને વધુ લોકપ્રિય બનાવવા અને પ્રોત્સાહન આપવા, વધુમાં વધુ બાળકો અને યુવાઓને આ રમત તરફ આકર્ષવા માટે ટૂંક સમયમાં દેશમાં ચેસ લીગનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. એમાં કોઈ શક નથી. આ નિર્ણય ચેસ અને ચેસ રમતા ખેલાડીઓને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે બ્રહ્માસ્ત્ર સાબિત થઈ શકે છે. સૌથી મુખ્ય વાત એ છે કે ચેસ લીગને અંજામ આપવા દેશની નવ મોટી કંપનીઓ પણ આગળ આવી ચૂકી છે. આના માટે પાંચ સભ્યોની સ્ક્રીનિંગ કમિટીની નિયુક્તિ કરવામાં આવી ચૂકી છે. જેના પરથી સ્પષ્ટ છે કે દેશમાં હવે ટૂંક સમયમાં એક નવી લીગની શરૂઆત થશે.

ભારત ચેસનું જન્મદાતા

એમાં કોઈ શક નથી કે ભારતને ચેસ (શતરંજ)નું જન્મદાતા માનવામાં આવે છે. આમ છતાં આંતરરાષ્ટ્રીય સ્તર પર આ રમતમાં આપણી ઓળખ બહુ મોટી નથી. વિશ્વનાથન આનંદે રશિયા, હંગેરી અને યુક્રેનના દબદબાવાળી આ રમતમાં એ દેશના ખેલાડીઓને માત આપીને જીતનો સિલસિલો શરૂ કરતા ૧૯૮૭માં દેશના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર્સ બનવાની સિદ્ધિ હાંસલ કરી ત્યારે બધા રમતપ્રેમીઓ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા.

વિશ્વનાથ આનંદને મળેલી સફળતાએ દેશમાં ચેસને જીવંત કરી

વિશ્વનાથન આનંદની એ સિદ્ધિએ ચેસ પ્રત્યે દેશમાં એવો માહોલ સર્જ્યો કે બાળકો અને યુવાકો આ રમત સાથે જોડાવા લાગ્યા. આનંદને વિશ્વ સ્તર પર મળેલી એ સફળતાએ દેશમાં ચેસને જીવંત કરી. આના ફળસ્વરૂપે જ આજે ભારત પાસે આ રમતના ખેલાડીઓની એક મોટી ફોજ હાજર છે. આજે એશિયન અને વિશ્વ સ્પર્ધાઓમાં સબજુનિયર, જુનિયર અને સિનિયર વર્ગમાં ભારતીયો તિરંગો લહેરાવી 
રહ્યા છે. 

હવે ચેસ લીગ યોજાશે

ભલે ભારતવાસી આજે ક્રિકેટના રંગમાં રંગાયેલો હોય, આમ છતાં ભારતમાં બાળકો અને યુવા વિશ્વનાથન આનંદની સાથે સાથે આજે ચેસના ગ્રાન્ડ માસ્ટર્સ સ્ટાર કોનેરુ હમ્પી, અભિજિત ગુપ્તા, પરિમાર્જન નેગીને પણ પોતાની પ્રેરણા માનીને આ રમત સાથે જોડાઈ રહ્યા છે એ ભારતીય ચેસ માટે ખુશીની વાત છે. આથી જ ભારતીય ચેસ ફેડરેશને ચેસ લીગ યોજવાનો નિર્ણય કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ