બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / વિશ્વ / After being in lockdown for months, the people of China have now woken up

કોરોના કહેર / મહિનાઓ સુધી લૉકડાઉનમાં રહ્યા બાદ ચીનના લોકો હવે ભભૂકી ઉઠયા, જિનપિંગે રોષ રોકવા જુઓ કેવા આદેશ આપ્યા

Priyakant

Last Updated: 12:14 PM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શી જિનપિંગે નવા વર્ષમાં પ્રથમ સંબોધનમાં સ્વીકાર્યું છે કે, દેશ કોવિડ-19ના આકાર પડકારો નો સામનો કરી રહ્યું છે

  • ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે નવા વર્ષમાં પ્રથમ સંબોધન કર્યું
  • ચીન હાલ કોવિડ-19ના આકાર પડકારો નો સામનો કરી રહ્યું છે: શી જિનપિંગ
  • કોવિડ સંકટ વચ્ચે જિનપિંગ સામેનો ગુસ્સો દેશભરના લોકોમાં ઉભરાવા લાગ્યો 

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના નવા વર્ષમાં પ્રથમ સંબોધનમાં સ્વીકાર્યું છે કે, દેશ કોવિડ-19ના આકાર પડકારો નો સામનો કરી રહ્યું છે. કોવિડ સંકટ વચ્ચે હવે જિનપિંગ સામેનો ગુસ્સો દેશભરના લોકોમાં ઉભરાવા લાગ્યો છે. વાસ્તવમાં ત્રીજી ટર્મ મેળવ્યા બાદ જિનપિંગે તમામ સત્તાઓ પોતાના હાથમાં લઈ લીધી છે. જેથી ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી ઉદાર, વિચાર અને લોકોના દબાણથી દૂર ન થઈ જાય. આ રીતે તે પહેલા કરતાં વધુ પ્રભાવી બની ગયા છે. નોંધનીય છે કે, સિગાપોર પોસ્ટના અહેવાલ મુજબ, ચીનમાં યુનિવર્સિટીના પ્રોફેસરોને પણ પાર્ટી અને સરકાર સામેની ટીકાઓનો સામનો કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત વેસ્ટર્ન પાઠ્યપુસ્તકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

આ તરફ સિંગાપોર પોસ્ટે લખ્યું છે કે, ભલે શી જિનપિંગ તેમના હાથમાં સતતઆ કેન્દ્રિત કરીને પહેલા કરતાં વધુ પ્રભાવશાળી અથવા તાનાશાહી બની ગયા છે, પરંતુ ચીનના લોકો હવે તેમણે સવાલ કરી રહ્યા છે કારણ કે, તાજેતરમાં જ શી જિનપિંગે તેમની ઝીરો કોવિડ નીતિને લઈ આખા ચીનના લોકોનો ગુસ્સો જોવો પડ્યો હતો.  

સિંગાપોર પોસ્ટના જણાવ્યાનુસાર શી જિનપિંગ પ્રશાસનની કડક સૂચના પર લોકોને કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે મહિનાઓ સુધી ઘરની અંદર જ રહેવાની ફરજ પડી હતી. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. જ્યારે લોકોએ વિરોધ કરવાનું શરૂ કર્યું ત્યારે સરકારે તેની સામે પગલાં લેવાની જગ્યાએ ગુપ્ત રીતે ઝીરો કોવિડ પોલિસી રદ્દ કરી દીધી. જેથી લોકોનો ગુસ્સો ઓછો થઈ શકે. 

શી જિનપિંગ એકમાત્ર એવા નેતા છે જેમનો ચીનની સેના પર અંકુશ છે. ખુદ શી જિનપિંગે પણ પીએલએ જોઇન્ટ બેટલ કમાન્ડના કમાન્ડર-ઇન-ચીફનું નવું પદ સંભાળી લીધું હતી. અર્ધસૈનિક પોલીસ પણ શી જિનપિંગના સીધા હવાલા હેઠળ છે. 

લાંબા સમય સુધી સત્તામાં રહેવા માટે પોતાના કાર્યકાળમાં શી જિનપિંગે હજારો નેતાઓ, ટીકાકારો, પ્રતિસ્પર્ધીઓ અને કાર્યકર્તાઓને જેલમાં ધકેલી દીધા હતા અને ભ્રષ્ટાચારના જળમૂળથી ઉખાડી ફેંકવાના નામે તમામ પ્રકારના વિરોધીઓ સામે કાર્યવાહી કરી.  સંશોધકો જણાવે છે કે, શી જિનપિંગે ડાબેરી વિચારધારાને બાજુએ મૂકી દીધી છે અને બૌધ્ધિકો, પત્રકારો અને ખાનગ ઉધ્યોગપતિઓમાં ભય પેદા કર્યો છે. 

સંશોધકો જણાવે છે કે, શી જિનપિંગે ડાબેરી વિચારધારાને બાજુએ મૂકી દીધી છે અને બૌધ્ધિકો, પત્રકારો અને ખાનગ ઉધ્યોગપતિઓમાં ભય પેદા કર્યો છે. સંશોધકોના જણાવ્યાનુસાર 2013થી સીસીપીએ મીડિયા અને પશ્ચિમી મૂલ્યોને લગતા સાત વિષયોની વર્ગમાં ચર્ચા કરવા પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂક્યો છે. જેને વિધ્વંસક માનવામાં આવે છે. આ વિષયોમાં સર્વત્રિકતા, પ્રેસની સ્વતંત્રતા, ન્યાયિક સ્વતંત્રતા, નાગરિક સમાજ, નાગરિકોના અધિકારો, પક્ષના ઐતિહાસિક અન્યાયો અને નાણાંકીય રાજકીય વર્તુળોમાં બંધુત્વનો સમાવેશ થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ