બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / After BCCI snub, Sourav Ganguly to fight elections for Cricket Association of Bengal president

ક્રિકેટ / સૌરવ ગાંગુલીને લઈને આવી મોટી ખબર, BCCIમાંથી પત્તુ કપાતા લીધો નિર્ણય, જાણો હવે શું કરશે

Hiralal

Last Updated: 09:34 PM, 15 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIમાંથી બહાર નીકળ્યાં બાદ પૂર્વ ભારતીય કેપ્ટન અને દાદાના નામે જાણીતા સૌરવ ગાંગુલીએ બંગાળ ક્રિકેટ એસોસિએશન અધ્યક્ષની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.

  • સૌરવ ગાંગુલી લડશે બંગાળ ક્રિકેટ એસોસિએશન અધ્યક્ષની ચૂંટણી 
  • 2015માં ગાંગુલી બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ હતા
  • જગમોહન દાલમિયાના નિધન બાદ બન્યા હતા અધ્યક્ષ
  • હાલમાં જગમોહનના પુત્ર છે બંગાળ એસોસિએશનના અધ્યક્ષ 
  • સૌરવ ગાંગુલીનો બીસીસીઆઈ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પૂરો થયો છે 

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી બંગાળ ક્રિકેટ એસોસિએશન અધ્યક્ષની ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. સૌરવ ગાંગુલી એ બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષની ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. 2015ની સાલમાં બંગાળ ક્રિકેટ એસોસિએશનના તે વખતના અધ્યક્ષ જગમોહન દાલમિયાનું નિધન થતા ગાંગુલી અધ્યક્ષ બન્યાં હતા અને ત્યારથી લઈને 2019માં બીસીસીઆઈ અધ્યક્ષ બન્યાં ત્યાં સુધી તેઓ બંગાળના અધ્યક્ષ હતા. 2019માં ગાંગુલી બીસીસીઆઈ અધ્યક્ષ બનતા જગમોહન દાલમિયાના પુત્ર અભિષેક દાલમિયા બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પદે ચૂંટાયા હતા અને હવે અભિષેકનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હોવાથી ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે અને ગાંગુલી તે લડવા માગે છે. 

22 ઓક્ટોબરે અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કરશે
મીડિયા રિપોર્ટ અનુસાર, 20 ઓક્ટોબરે બંગાળ ક્રિકેટ એસોસિએશનની નવી પેનલની રચના થશે જે પછી 22 ઓક્ટોબરે ગાંગુલી અધ્યક્ષ પદ માટે નામાંકન દાખલ કરશે.

BCCIમાંથી ગાંગુલીની વિદાય નક્કી 
50 વર્ષીય સૌરવ ગાંગુલીની બીસીસીઆઇના અધ્યક્ષ પદેથી વિદાય નક્કી થઇ ગઇ છે. પૂર્વ ક્રિકેટર રોજર બિન્ની 18 ઓક્ટોબરે ઔપચારિક રીતે સૌરવ ગાંગુલીનું સ્થાન લેશે. રોજર બિન્ની 1983માં કપિલ દેવની કેપ્ટનશિપમાં પ્રથમ વખત વન ડે વર્લ્ડકપ જીતનારી ભારતીય ટીમના સભ્ય હતા.  રોજર બિન્ની બીસીસીઆઇના નવા બોસ બનવા જઇ રહ્યા છે, જય શાહ સેક્રેટરી તરીકે ચાલુ રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ