બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / after alpha and delta another variant of corona surfaced in india

નવી બીમારી / એક સંકટ ટળ્યું નથી ત્યાં બીજુ: ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટે ચિંતા વધારી, શરીરમાં જોવા મળે છે આવા લક્ષણ

Bhushita

Last Updated: 07:49 AM, 6 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં વધુ એક બી.1.1.28.2 ઘાતક વાયરસ જોવા મળી રહ્યો છે. ભારતીય વૈજ્ઞાનિકોએ જિનોમ સિકવન્સિંગ બાદ ખુલાસો કર્યો છે.

  • ભારતમાં કોરોનાનો વધુ એક વેરિએન્ટ
  • સાત દિવસમાં જ દર્દીનું વજન ઓછુ કરી નાખે છે
  • વૈજ્ઞાનિકોએ વાયરસના નવા વેરિએન્ટને લઈને આપી ચેતવણી
  • આ વેરિએન્ટ અંતિગંભીર અને એન્ટિબોડી ઓછી કરી નાખે છે: વૈજ્ઞાનિક


નવા અને ઘાતક વેરિઅન્ટને લઈને વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે અને કહ્યું કે  વેરિએન્ટ અંતિગંભીર અને એન્ટિબોડી ઓછી  કરે છે. ઘાતક વાયરસનો આ વેરિએન્ટ સૌપ્રથમ બ્રાઝિલથી મળ્યો હતો. સીરિયાઈ હૈમસ્ટર નામના ઉંદર પર પ્રયોગ કરતા જાણવા મળ્યુ કે સંક્રમિત થવાના 7 દિવસમાં વાયરસ વિશે જાણી શકાય છે. પૂણેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકનું મહત્વનું નિવેદન છે કે ભારતમાં હજુ આ વાયરસના વધુ કેસ  જોવા મળ્યા નથી. પરંતુ આ વર્ષે જાન્યુઆરીમાં કોરોના વાયરસના પી1 વંશની માહિતી મળી હતી અને સાથે આ વાયરસમાં 17 પ્રકારના સ્પાઇક પ્રોટીન પર ભિન્નતા જોવા મળી હતી.


7 દિવસમાં ઘટાડી દે છે વ્યક્તિનું વજન
અલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટા બાદ હવે ભારતમાં એક વધુ નવા કોરોના વેરિઅન્ટનો ખુલાસો થયો છે, જે 7 દિવસમાં દર્દીનું વજન ઘટાડી દે છે. વાયરસનો આ વેરિઅન્ટ બ્રાઝિલમાં સૌ પહેલા મળ્યો હતો. ત્યાંથી એક વેરિઅન્ટ ભારત આવવાના સમાચાર મળ્યા હતા. હવે વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કર્યું છે કે બ્રાઝિલથી એક નહીં પણ 2 વેરિઅન્ટ ભારત આવ્યા છે અને આ બીજો વેરિએન્ટ  બી  .1.1.28.2 ખૂબ જ ઘાતક છે. 

કેવી રીતે મળી જાણકારી
સીરિયાઈ હૈમસ્ટર કે જે એકજાતિનો ઉંદર છે તેના પરિક્ષણમાં જાણવા મળ્યું કે સંક્રમિત થયાના 7 દિવસમાં આ વેરિઅન્ટની ઓળખ થાય છે. આ વેરિઅન્ટ ઝડપથી શરીરનું વજન ઘટાડે છે અને ડેલ્ટાની જેમ તે પણ વધારે ગંભીર અને એન્ટીબોડીની ક્ષમતાને ઓછી કરે છે.  

સતર્કતા રહેશે જરૂરી 
ભારતમાં આ વેરિઅન્ટના કેસની સંખ્યા ખાસ જોવા મળી રહી નથી પણ ડેલ્ટા વેરિઅન્ટની સંખ્યા વધી રહી હોવાના કારણે સતર્કતા જરૂરી છે.કેમકે એન્ટીબોડીનું સ્તર ઘટાડે છે અને તેના કારણે ફરી સંક્રમિત થવાની શક્યતા વધી જાય છે.  કોરોનાના જાન્યુઆરીમાં આવેલા પી1 વંશથી ખ્યાલ આવે છે જેને 20જે/ 501વાયવી 3ના નામે પણ ઓળખાય છે. તેમાં 17 પ્રકારના સ્પાઈક પ્રોટીન પર ફેરફાર જોવા મળ્યા છે. પી2 વંશ પણ ભારતમાં આવ્યો છે. જે સ્પાઈક પ્રોટીનમાં ઈ484કે નામનો એમિનો એસિડમાં ફેરફાર આપે છે. તેમાં એન501 વાઈ અને કે 417 એન નામનું પરિવર્તન નથી. હવે સરકારે વિદેશ યાત્રાથી પરત આવેલા માટે પણ જીનોમ સિક્વન્સિંગને અનિવાર્ય કર્યું છે.  

9માંથી 3 સીરિયાઈ હૈમસ્ટરના થયા મોત
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે 9 સીરિયાઈ હૈમસ્ટર પર 7 દિવસના રિસર્ચ કરાયું હતું જેમાં 3ના મોત થયા હતા. તેમાં મોત શરીરના અંદરના ભાગમાં સંક્રમણ વધતા થયા હતા. આ સમે ફેફસાની વિકૃતિને વિશે ખ્યાલ આવ્યો અને સાથે એન્ટીબોડીનું સ્તર ઘટવાની જાણકારી મળી હતી.  

માણસ અને ઉંદર પર અલગ પરિણામ
રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જે 2 લોકોમાં આ વેરિઅન્ટ મળ્યો છે તેમાં લક્ષણો જોવા મળ્યા નથી પણ ઉંદરના રિસર્ચને લઈને તેની ગંભીરતા જાણી શકાઈ છે.  વૈજ્ઞાનિકોના અનુસાર કોરોના વાયરસના મોટાભાગના પરીક્ષણ સીરિયાઈ હૈમસ્ટર પર થઈ રહ્યા છે. એવામાં એવું કહેવું ખોટું નહીં રહે કે જો બી  .1.1.28.2ની સાથે જોડાયેલા કેસ વધી રહ્યા છે અને તેની અસર માણસો પર પણ ગંભીર હોઈ શકે છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus India another variant કોરોના વાયરસ ઘાતક વાયરસ બ્રાઝિલ ભારત વેરિઅન્ટ સીરિયાઈ હૈમસ્ટ variant of corona surfaced in india
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ