બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / After alert of terrorist attack Ram Mandir Champato security arrangements were tightened intensive checking of vehicles

એલર્ટ / રામમંદિર પર આંતકી હુમલાના એલર્ટ બાદ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ખડકાયો, માર્ગો પર વાહનોનું સઘન ચેકિંગ

Kishor

Last Updated: 12:03 AM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આતંકીઓની નજર અયોધ્યાના રામ મંદિર પર હોય જેને નિશાન બનાવવાનું કાવતરું ચાલી રહ્યું હોવાનું એજન્સીઓએ એલર્ટ આપતા અયોધ્યામાં સુરક્ષા વધારાઇ છે.

  • આતંકીઓની નજરમાં અયોધ્યાનું રામ મંદિર
  • આતંકીઓ રામ મંદિરને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા છે
  • ગુપ્તચર એજન્સીઓના અહેવાલ બાદ સુરક્ષા વધારાઇ 

અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. જેમાં 60 ટકા સુધી કામ પૂર્ણ થઈ ગયું છે. જેને લઈને હવે આતંકીઓ પણ રામ મંદિરને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ રામ મંદિરને લઈને એલર્ટ જાહેર કર્યું છે અને આતંકવાદીઓ રામ મંદિર પર મોટા હુમલાની યોજના ઘડી રહ્યાં હોવાનું જણાવ્યું છે.  એજન્સીઓના ઈનપુટ અને દિલ્હીમાં બે આતંકવાદીઓની ધરપકડ બાદ તંત્ર દ્વારા અયોધ્યા મંદિરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. બીજી તરફ અયોધ્યાના એન્ટ્રી પોઈન્ટ પર પસાર થતા વાહનોની પણ સઘન તપાસ કરી લોકોના ઓળખ કાર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આતંકવાદીઓની નજરમાં અયોધ્યા

ભગવાન રામના મંદિરનો પહેલો માળ ઓક્ટોબર 2023 સુધીમાં બનાવવામાં આવશે અને ભગવાન રામ જાન્યુઆરી 2024માં તેમના મંદિરમાં બિરાજમાન થઈ જશે. ત્યારે હવે આ મંદિર આતંકવાદીઓના નજરમાં હોવાથી અયોધ્યામાં સુરક્ષા વધારાય છે.મહત્વનું છે કે ભૂતકાળમાં રામ જન્મભૂમિ સંકુલ સહિત અનેક સ્થળે આતંકવાદી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે રામ મંદિર અને વિકાસને લઈને અયોધ્યાને લઈને સુરક્ષા સામે પડકારો વધ્યા છે.

મંદિરની સુરક્ષા વધારાઇ 

બીજી તરફ હુમલાની ચેતવણી પર મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું છે કે જ્યારે સુરક્ષા એજન્સીઓને ખબર પડી છે કે આતંકવાદીઓ નેપાળ દ્વારા રામ મંદિર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે, પરંતુ તેમાં સફળ થશે નહીં, ઉદ્ધારક હનુમાનજી અહીં શા માટે બેઠા છે. ભૂતકાળમાં અનેક હુમલાઓ થયા છે પરંતુ તેમાં સફળતા મળી નથી તો આ વખતે પણ આતંકીઓ સફળ થશે નહીં! વધુમાં આતંકી હુમલાની દહેશતને પગલે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. એસપી ગૌતમે જણાવ્યું એલર્ટ બાદ અયોધ્યાના મુખ્ય ચોક પર ચેકિંગની વ્યવસ્થા ઉભી કરાઈ છે. મુલાકતીઓના આધાર કાર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. વધુમાં મોટો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ