બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / After Ahmedabad, this airport will be privatization in Gujarat

તૈયારીઓ / ગુજરાતીઓને 'મોંઘું પડશે' : અમદાવાદ બાદ આ એરપોર્ટ પણ ખાનગી હાથમાં જશે, ભાડું-પાર્કિંગ ચાર્જ વધે તેવી શક્યતા

Kiran

Last Updated: 09:45 AM, 24 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર સુરત એરપોર્ટને પ્રાઇવેટ કંપનીને સોપવા જઇ રહી છે. જેને કારણે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટોની સંખ્યામાં વધારો થશે અને સાથે ભાડા પણ વધશે.

  • ગુજરાતમાં વધુ એક એરપોર્ટના ખાનગીકરણની તૈયારીઓ
  • એરપોર્ટના ખાનગીકરણ બાદ ફ્લાઈટ અને ભાડા બંને વધશે
  • ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટોની સંખ્યામાં વધારો થશે

રાજ્યના વધુ એક એરપોર્ટના ખાનગીકરણની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે, દેશને અનેક એરપોર્ટનું PPP ધોરણે ખાનગીકરણ કરવામાં આવ્યું છે અમદાવાદમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ખાનગી કરણ કરવામાં આવ્યું છે. જેને 50 વર્ષ સુધી અદાણી ગૃપ સંચાલન કરશે ત્યારે ગુજરાતમાં વધુ એક એરપોર્ટનું ખાનગીકરણ થવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. 

સુરત એરપોર્ટના ખાનગીકરણની તૈયારી

સરકાર સુરત એરપોર્ટને પ્રાઈવેટ કંપનીને સોંપવા જઈ રહી છે જેને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે મહત્વનું એરપોર્ટના પ્રાઈવેટાઈઝેશન કરાતા ફ્લાઈટના ભાડામાં વધારો થશે, તેમજ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટોની સંખ્યામાં પણ વધારો થશે. અહેવાલો અનુસાર સુરત એરપોર્ટના પ્રાઇવેટ કંપનીઓ સોંપવામાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સુરત એરપોર્ટને પ્રાઈવેટ કંપનીઓને સોંપવામાં આવતા એરપોર્ટ પર પેસેન્જરોને મળતી સુવિધામાં વધારો કરશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. જો કે, તેના બદલામાં મુસાફરો કે પેસેન્જરો પાસેથી ચાર્જ પણ વસુલવામાં આવશે. આ સાથે પ્રાઇવેટ કંપની યુઝર ચાર્જ એરલાઇન્સ પાસેથી લેતી હોવાથી ભાડા પણ વધી શકે છે.  તેમજ એરપોર્ટ પર વાહનોના પાર્કિંગ ચાર્જમાં પણ વધારો કરવામાં આવી શકે છે. 

ખાનગીકરણ બાદ વધી શકે છે પાર્કિંગ ચાર્જ

સુત્રો અનુસાર પ્રાઇવેટ કંપનીઓ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરલાઇન્સોને ફ્લાઇટ ઓપરેટ કરવાની પણ દરખાસ્ત મોકલવામાં આવનાર છે જેથી ફ્લાઇટો પણ વધશે  મુંબઇ એરપોર્ટ પર નાઇટ પાર્કિંગમાં તકલીફ પડી રહી છે ત્યારે એરપોર્ટનું ખાનગીકરણ કરાતા સુરત એરપોર્ટ પર નાઈટ પાર્કિંગની સુવિધા ઊભી કરાશે. જેને કારણે પણ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ વધી જશે.  આમ સુરત એરપોર્ટનું પ્રાઈવેટાઈઝશન તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, સાથે સુરતમાં કોલોની સહિતની વ્યવસ્થાઓ ઊભી કરાશે તેમજ એરપોર્ટ પ્રાઈવેટ કંપનીઓને સોંપ્યા બાદ જે માંગ છે તે તમામ પૂરી થશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. 

એરપોર્ટનું સંચાલન, વ્યવસ્થાપન અને વિકાસ ખાનગી-જાહેર ભાગીદારી 

ઉલ્લેખનીય છે કે, દેશના છ એરપોર્ટના સંચાલન માટે ખાનગી કંપનીઓને સંસાલન સોંપવામાં આવ્યું છે. જેમાં દેશના અમદાવાદ, જયપુર, લખનઉ, મેંગલુરુ, થીરુવનંતપુરમ અને ગૌહાટી એરપોર્ટનું સંચાલન, વ્યવસ્થાપન અને વિકાસ ખાનગી-જાહેર ભાગીદારી PPP ધોરણે કરવામાં આવી હતી. સરકારે કહ્યું હતું કે, આનો સીધો જ ફાયદો હવાઈ મુસાફરો અને AAIને થશે. આ અંગે સરકારે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, દિલ્હી અને મુંબઈ એરપોર્ટનું સંચાલન ખાનગી કંપનીઓ દ્વારા જ કરવામાં આવે છે. વર્ષ 2006માં દિલ્હી અને મુંબઈ એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટના ખાનગીકરણની કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં વધુ એક એરપોર્ટનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ