Team VTV10:23 AM, 20 Aug 21
| Updated: 10:27 AM, 20 Aug 21
અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ શરૂ થઇ ગયુ છે ત્યારે લોકો પોતાનો જ દેશ છોડવા મજબૂર બન્ય છે. કાબૂલ ઍરપોર્ટ પર 16 ઓગસ્ટે ટેક ઓફ થનારા પ્લેનમાં જગ્યા ન મળતા કેટલાક લોકોએ ટાયર પકડી લીધું હતું.
ફ્લાઇટનું ટાયર પકડીને લટકી જતાં તે થોડા ઉપર જઇને નીચે પટકાયા હતા અને તેમાં ત્રણેય લોકોની મોત થઇ ગઇ છે. તેમાં એક વ્યક્તિ અફઘાનિસ્તાન રાષ્ટ્રીય ટીમનો ફૂટબોલર હતો. તેનું નામ ઝાકી અનવારી હતું.
અફઘાન સમાચાર એજન્સીએ કહ્યું કે, કાબૂલ પર તાલિબાનના કબ્જા બાદ 16 ઓગસ્ટે કાબૂલ ઍરપોર્ટ પર અમેરિકી વિમાન પહોંચ્યુ હતુ. લોકો ઝડપથી તેમાં બેસવા લાગ્યા હતા પરંતુ તેમાં જે લોકો લટકી રહ્યાં હતા તેમના મોત થઇ ગયા હતા. અનવારીના મૃત્યુની પુષ્ટી ખેલ મહાનિદેશાલયે કરી છે.
અફઘાનિસ્તાની ફૂટબોલ ટીમે આપી શ્રદ્ધાંજલિ
સૌથી પહેલા અફઘાનિસ્તાની ફૂટબોલ ટીમના એક ફેસબૂક પેજ પરથી ઝાકી અનવારીના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. તે પેજ પર ફૂટબોલરની તસવીર શૅર કરતાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાષ્ટ્રીય યુવા ફૂટબોલ ટીમનો પણ ઝાકી હિસ્સો હતો.
વિમાન હવામાં પહોચતા કાબુલ પરજ 3 લોકો નીચે પટકાયા છે તેવી આશંકા સેવાઆ રહી છે. જેમા તેઓ આસપાસના સ્થાનિક વિસ્તારોમાં પટકાયા હોવાની માહિતી સામે આવી છે. મૃતકો પ્લેનના ટાયરોને પકડીને લટકી ગયા હતા. જોકે પ્લેન હવામાં જતા તેઓ નીચે લોકોના ધાબા પર પટકાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને લઈને લોકોમાં હવે વધારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
તાલિબાનનો સંપૂર્ણ કબ્જો
અફઘાનિસ્તાનમાં તાલિબાને સંપૂર્ણ કબ્જો કરી લીધા બાદ પરિસ્થિતી અહીયા સૌથી ખરાબ સર્જાઈ છે. ખાસ કરીને એરપોર્ટ પર લોકોની ભારે પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. ભીડને કાબૂમાં કરવા માટે અમેરિકાના સૈનિકો દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. પરિસ્થિતી એટલી ખરાબ છે કે એરપોર્ટ પર કોઈ વીઝા પણ ચેક નથી કરી રહ્યું.