બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / advice to the people of North Gujarat to drink boiled water

ચેતજો! / ગુજરાતનાં આ વિસ્તારમાં રહેતા લોકો પાણી ઉકાળીને જ પીજો, ભારે વરસાદ બાદ પાણીમાં વધી ગઈ છે માટી

Dhruv

Last Updated: 03:41 PM, 17 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ધરોઇ ડેમનું પાણી પહોંચતુ હોય છે. ત્યારે ઉત્તર ગુજરાતના લોકોને ઉકાળીને પાણી પીવા તંત્રની સલાહ.

  • ઉત્તર ગુજરાતના લોકોને ઉકાળીને પાણી પીવાની સલાહ
  • ધરોઈ ડેમમાંથી આવતું હોવાથી ઉકાળીને પીવાની સલાહ
  • પાણીમાં ટર્બીડીટીનું પ્રમાણ વધતા તંત્રની લોકોને સલાહ

ઉત્તર ગુજરાતની પ્રજા પીવાનું પાણી પીતા પહેલા ચેતજો. ઉત્તર ગુજરાતના લોકો ઉકાળીને પાણી પીજો એવી તંત્ર સલાહ આપી રહ્યું છે. એક અઠવાડિયા સુધી પાણી ઉકાળીને પીવાની તંત્ર લોકોને સલાહ આપી રહ્યું છે. કારણ કે પીવાનું પાણી ધરોઈ ડેમમાંથી આવે છે. જેથી સૌ કોઇને પાણી ઉકાળીને પીવાની તંત્ર સલાહ આપી રહ્યું છે.

આજે ડેમમાંથી 40 ટર્બીડીટીનું પાણી આવી રહ્યું છે

તમને જણાવી દઇએ કે, ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા પાણીમાં ટર્બીડીટીનું પ્રમાણ વધ્યું છે. ધરોઈ ડેમથી વાવ હેડ વર્ક્સ ખાતે ધરોઈ ડેમનું પાણી લાવવામાં આવે છે. વાવ ખાતે પાણીનું શુદ્ધિકરણ કરી ઉત્તર ગુજરાતમાં અપાય છે. ઉત્તર ગુજરાતના 10 મોટા શહેર અને 900 ગ્રામ્ય વિસ્તારોમાં ધરોઈનું પાણી અપાય છે. બે દિવસ પૂર્વે જ ધરોઈના પાણીમાં 300 કરતા વધુ ટર્બીડીટી નોંધાઇ હતી. ત્યારે આજે ડેમમાંથી 40 ટર્બીડીટીનું પાણી આવી રહ્યું છે.

મહત્વનું છે કે, હાલમાં મહેસાણાના ધરોઈ ડેમના 4 દરવાજાઓ 3 ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાંથી 17950 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. આથી ધરોઈ ડેમમાં પાણીની આવક વધતા પાણીમાં ટર્બીડીટીનું પ્રમાણ વધ્યું છે. ધરોઈ ડેમમાં જમણા કાંઠા નહેરમાં પાણી છોડાઈ રહ્યું છે. ધરોઈ ડેમની જળ સપાટી હાલ 618.27 ફૂટે પહોંચી છે. જ્યારે ધરોઈ ડેમની ભયજનક જળ સપાટી 622 ફૂટ છે. ધરોઈ ડેમમાં વરસાદી પાણીની આવક 82672 ક્યુસેક છે. ધરોઈ ડેમમાં પાણીનો સ્ટોક 85.75 ટકા થયો છે.

જાણો ઉકાળેલું પાણી પીવાના શું-શું છે ફાયદા?

  • ઉકાળેલું પાણી પીવાથી ઉધરસ અને શર્દી સંબંધી રોગ દૂર થાય છે.
  • અસ્થમા, આંચકી, ગળામાં ખરાશ જેવા રોગોમાં પણ ઉકાળેલું પાણી ફાયદાકારક છે.
  • ગેસ જેવી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થઈ જશે.
  • ભૂખ વધારવામાં પણ ઉકાળેલું પાણી ખૂબ જ ઉપયોગી છે.
  • ત્વચાની બીમારીથી પરેશાન હોવ તો ઉકાળેલું પાણી અકસીર ઈલાજ છે. રોજ એક ગ્લાસ ઉકાળેલું પાણી પીવાનું શરૂ કરી દો ત્વચા પર ચમક આવી જશે.
  • શરીરમાં રહેલા ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં ઉકાળેલું પાણી ખુબ ઉપયોગી છે.
  • સવારે ખાલી પેટ અને રાતે જમ્યા બાદ ઉકાળેલું પાણી પીવાથી ફૂડ પાર્ટિકલ્સ તૂટી જાય છે અને સરળતાથી મળ બનીને નીકળી જશે જના કારણે કબજિયાત પણ નહીં રહે.
  • ખાલી પેટ ઉકાળેલું પાણી પીવાથી મૂત્ર સંબંધી બીમારીઓ પણ દૂર થાય છે.
  • ઉકાળેલું પાણીનું નિયમિત સેવન કરવાથી બ્લડ સર્કુલેશન પણ ઝડપી થાય છે.
  • તાવ આવ્યો હોય ત્યારે પણ તરસ લાગી હોય ત્યારે ઉકાળેલું પાણી પીવું ફાયદાકારક છે.
  • પેટમાં ગેસ થયા કરતો હોય તો ઉકાળેલું પાણી પીવાતી ગેસ બહાર નીકળી જાય છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ