બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / Adnan Sami said alvida to instagram delete all his post in social media app

મનોરંજન / આ દિગ્ગજ સિંગરે કહ્યું ALVIDA, ઇન્સ્ટાગ્રામને કહ્યું બાય, બધી જ પોસ્ટ કરી ડિલીટ

MayurN

Last Updated: 07:58 PM, 19 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદનાન સામી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતા હતા. પરંતુ, હવે જ્યારે તેની સોશિયલ મીડિયા પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી છે, ત્યારે દરેક જણ ચોંકી ગયું છે.

  • ફેમસ સિંગર અદનાન સામીએ સો.મીડિયા ને કહ્યું અલવિદા 
  • સિંગરે તેની પાછળનું કારણ જાહેર કર્યું નથી
  • સામી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતા હતા

ફેમસ સિંગર અદનાન સામીએ પોતાના એક નિર્ણયથી ફેન્સને ચોંકાવી દીધા છે. તેણે અચાનક ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરી હતી, જેને જોઇને તેના ફેન્સને આંચકો લાગ્યો હતો. આ પોસ્ટથી અદનાન સામીએ કહ્યું કે, તેણે સોશિયલ મીડિયાને અલવિદા કહી દીધું છે. જી હાં, હવે અદનાન સામીએ ઇન્સ્ટાગ્રામને બાય બાય કહી દીધું છે. જો કે, તેણે તેની પાછળનું કારણ જાહેર કર્યું નથી. આવી સ્થિતિમાં, ગાયકે આ પગલું કેમ ભર્યું તે જાણવા માટે દરેક જણ ઉત્સુક છે.

એકાઉન્ટમાંથી પોસ્ટ કરી ડીલીટ
એટલું જ નહીં, સિંગરે ઈન્સ્ટાગ્રામ છોડવાની જાણકારી આપતી પોતાની તમામ નવી અને જૂની પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે. તેની તમામ પોસ્ટ હવે ઇન્સ્ટાગ્રામ પરથી ગાયબ થઇ ગઇ છે. સિંગરનું એકાઉન્ટ ખાલી જોઈને પહેલા તો ફેન્સને લાગ્યું કે આ કોઈ ટેક્નિકલ પ્રોબ્લેમ હોઈ શકે છે. પરંતુ, બાદમાં તેની ગુડબાય પોસ્ટ જોઇને ફેન્સને અંદાજો લગાવવામાં જરા પણ સમય ન લાગ્યો કે તેણે ઇન્સ્ટાગ્રામને બાય બાય કહી દીધું છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adnan Sami (@adnansamiworld)

સિંગર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા 
તો બીજી તરફ સિંગરના ફેન્સને તેના આવું કરવા પાછળનું કારણ સમજાતું નથી. આવી સ્થિતિમાં, ઘણા વપરાશકર્તાઓ કમેન્ટ દ્વારા ગાયકને પૂછી રહ્યા છે કે તેણે આ નિર્ણય કેમ લીધો. ફેન્સની સરપ્રાઇઝનું એક કારણ એ પણ છે કે આ પહેલા અદનાન સામી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતો હતો. તેના આગામી પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપવાની વાત હોય, કોન્સર્ટ હોય કે ફેમિલી વેકેશન, સિંગર્સ તેમના ચાહકો સાથે બધું શેર કરતા હતા.

6,72,000 થી વધુ ફોલોવર્સ છે
જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર પાકિસ્તાની અને ભારતીય બંને દેશોના લોકો સિંગર્સને ફોલો કરે છે. ભારતમાં તેની સારી ફેન ફોલોઇંગ છે. અદનાન સામી પણ પોતાના ટ્રાન્સફોર્મેશનને કારણે ચર્ચામાં રહ્યો હતો. પોતાના પરિવર્તનથી તેમણે ઘણાને પ્રેરિત કર્યા. અદનાન સામીને ઇન્સ્ટાગ્રામ પર 672K થી વધુ લોકો ફોલો કરે છે. આવી સ્થિતિમાં, અદનાન સામીની પોસ્ટ ડિલીટ કરવી આ લોકો માટે ખૂબ જ આઘાતજનક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ