બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / adipurush controversy mukesh khanna slams saif ali khan makers says aap kaun hote hain ramayan ke kirdar change karne
Premal
Last Updated: 03:55 PM, 5 October 2022
ADVERTISEMENT
સૈફ અલી ખાન અને પ્રભાસની ફિલ્મ આદિપુરૂષનુ ટીઝર રીલીઝ
સૈફ અલી ખાન અને પ્રભાસની ફિલ્મ આદિપુરૂષનુ ટીઝર હાલમાં રીલીઝ થયુ છે. ટીઝર રીલીઝ થતાની સાથે ચર્ચાનો ભાગ બની ગયુ છે. ફિલ્મમાં રાવણના લુકમાં સૈફ અલી ખાન દેખાઈ રહ્યાં છે. સૈફના લુકની ભરપૂર નિંદા થઇ રહી છે. તેના લુકની ખિલજી સાથે તુલના થઇ રહી છે. આદિપુરૂષમાં સૈફ અલી ખાનના લુકને લઇને અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી છે. પહેલા રામાનંદ સાગરની રામાયણમાં સીતાનુ પાત્ર નિભાવી ચૂકેલી દીપિકા ચિખલિયાનુ રિએક્શન સામે આવ્યું હતુ. હવે તેના પર મહાભારતમાં ભીષ્મ પિતામહનુ પાત્ર નિભાવનારા મુકેશ ખન્નાનુ રિએક્શન આવ્યું છે. મુકેશ ખન્નાનો આદિપુરૂષનુ ટીઝર જોઇને આક્રોશ સામે આવ્યો છે. તેમણે તેમની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે આ વિવાદ પર પ્રતિક્રિયા આપી છે.
ADVERTISEMENT
મુકેશ ખન્નાએ ફિલ્મ વિવાદ પર નિશાન સાધ્યું
મુકેશ ખન્નાએ આ ફિલ્મને લઇને આખા વિવાદ પર નિશાન સાધ્યું છે. તેમણે ફિલ્મના અભિનેતાથી લઇને નિર્માતા સુધી દરેકને ખરીખોટી સંભળાવી છે. તેમણે કહ્યું, સૈફ અલી ખાને થોડા સમય પહેલા અભિમાનમાં કહ્યું હતુ કે રાવણનો રોલ કરી રહ્યો છુ અને હું આ રોલને હ્યુમરસ બનાવવા માંગુ છુ. સારું છે… તમારી ઈચ્છા છે, તમે કોઈ પણ કેરેક્ટર પ્લે કરો. તે સમયે કેરેક્ટરને તમે કોઈ પણ શેડ આપો, કોઈ પણ તમને રોકી શકશે નહીં. આ અભિનેતાનો પોતાનો અધિકાર છે. પરંતુ જો તમે રામાયણની વાત કરો છો તો સ્વાભાવિક છે તમે તેનો ફાયદો ઉઠાવવા માંગો છો. તમે લોકોની આસ્થાનો ફાયદો ઉઠાવવા માંગો છો. અમે રામાયણ લઇને આવી રહ્યાં છે તો લોકો કહેશે કે આવો તમારું સ્વાગત છે, પરંતુ એવુ કહેવુ કે હું રાવણના પાત્રને ચેન્જ કરવા માંગુ છુ તો હકીકતમાં જે હિન્દુ હશે તેના કાન ઉભા થઇ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.