બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / Adani wins tender for privatization of Haifa port in Israel, deals worth Rs 9,500 crore

ઐતિહાસિક / અદાણીએ ઈઝરાયેલનાં હાઈફા બંદરનાં ખાનગીકરણનું ટેન્ડર જીત્યું, 9500 કરોડમાં પાર પાડી ડીલ

Priyakant

Last Updated: 09:46 AM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલું આ બંદર વેપારના સૌથી મોટા કેન્દ્રોમાંનું એક ઈઝરાયેલનું હાઈફા પોર્ટ

  • અદાણી પોર્ટ્સનો વ્યાપ દેશની સરહદની બહાર પહોંચ્યો 
  • અદાણીએ 9500 કરોડમાં લીઝ પર લીધું ઈઝરાયેલનું હાઈફા પોર્ટ 
  • ખુદ ઈઝરાયેલ સરકાર અને અદાણીએ કરી પુષ્ટિ 

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની પકડ સમગ્ર વિશ્વમાં વધી રહી છે. તેમની કંપની અદાણી પોર્ટ્સ પહેલેથી જ ભારતની સૌથી મોટી પોર્ટ ઓપરેટર છે. હવે અદાણી પોર્ટ્સનો વ્યાપ દેશની સરહદની બહાર જવાનો છે. ગૌતમ અદાણીની કંપની ઈઝરાયેલના સૌથી મહત્વપૂર્ણ બંદરોમાંના એક હાઈફા પોર્ટને લગભગ રૂ. 9,500 કરોડમાં લીઝ પર લેવા જઈ રહી છે. ખુદ ઈઝરાયેલ સરકારે આની જાહેરાત કરી છે અને ગૌતમ અદાણીએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી છે.

ઇઝરાયેલનું આ મહત્ત્વનું બંદર ભૂમધ્ય સમુદ્ર કોસ્ટ પર આવેલું છે અને તેનું ખૂબ જ ઐતિહાસિક મહત્વ છે. હાલમાં, ભૂમધ્ય સમુદ્રના કિનારે આવેલું આ બંદર વેપારના સૌથી મોટા કેન્દ્રોમાંનું એક છે. ઈઝરાયેલે જણાવ્યું કે ભારતીય કંપની અદાણી પોર્ટ્સ અને સ્થાનિક કેમિકલ અને લોજિસ્ટિક્સ કંપની ગેડોટ સાથે મળીને આ પોર્ટ ખરીદવા જઈ રહી છે. બંનેએ મળીને 4.1 બિલિયન શેકેલની બિડ કરી હતી, જે સૌથી મોટી હોવાનું જાણવા મળ્યું હતું. શેકેલ્સ ઇઝરાયેલનું સત્તાવાર ચલણ છે. જો તમે આ રકમને કન્વર્ટ કરો છો, તો તે લગભગ $1.18 બિલિયન એટલે કે લગભગ 9,429 કરોડ રૂપિયા થાય છે.

 

ગૌતમ અદાણીએ મધરાત્રે ટ્વિટ કરું શું કહ્યું ? 

ગૌતમ અદાણીએ ગુરુવારે મોડી રાત્રે ટ્વીટ કરીને આ માહિતી આપતાં ખુશી વ્યક્ત કરી હતી. તેમણે પોસ્ટ કર્યું, 'મારા પાર્ટનર ગેડોટ સાથે ઈઝરાયેલના હાઈફા પોર્ટના ખાનગીકરણ માટે ટેન્ડર જીતવા માટે ઉત્સાહિત છું. તે બંને દેશો માટે વ્યૂહાત્મક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. હાઈફામાં હોવાનો ગર્વ છે, જ્યાં ભારતીયોએ 1918માં લશ્કરી ઈતિહાસમાં સૌથી અદભૂત કેવેલરી ચાર્જનું નેતૃત્વ કર્યું હતું.

2054 સુધી પોર્ટ સંભાળશે અદાણી 

ઈઝરાયેલનો લગભગ 98 ટકા વેપાર દરિયાઈ માર્ગે થાય છે. સરકાર આર્થિક વૃદ્ધિ જાળવી રાખવા માટે આ ક્ષેત્રમાં સતત સુધારો કરી રહી છે. તાજેતરના સમયમાં પાડોશી આરબ દેશો સાથે ઈઝરાયેલના સંબંધો સુધર્યા છે. આનાથી અદાણીની સાથે સાથે ઈઝરાયેલને પણ ફાયદો થશે, કારણ કે હાઈફા આરબ દેશો સાથેના વેપાર માટે સૌથી મહત્વપૂર્ણ સ્થાન પર છે. ડીલ પછી, હાઈફા પોર્ટે કહ્યું કે નવું જૂથ 2054 સુધી તેની કામગીરી સંભાળશે. પોર્ટે એમ પણ કહ્યું હતું કે તેને મળેલી બિડ અપેક્ષા કરતાં ઘણી વધારે હતી.

ઇઝરાયેલના નાણા પ્રધાને શું કહ્યું ? 

ઇઝરાયેલના નાણા પ્રધાન એવિગડોર લિબરમેને જણાવ્યું હતું કે, "હાઇફા પોર્ટના ખાનગીકરણથી બંદરો પર સ્પર્ધા વધશે અને જીવન ખર્ચમાં ઘટાડો થશે."

લગભગ બે વર્ષની ટેન્ડર પ્રક્રિયા બાદ ગડોત અને અદાણીને આ સફળતા મળી છે. ઇઝરાયલને આશા છે કે, અદાણીને પોર્ટના ખસેડવાથી આયાતની કિંમતમાં ઘટાડો થશે અને લાંબા સમયથી રાહ જોવાના સમય માટે કુખ્યાત ઇઝરાયેલના બંદરોની છબી સુધરશે.

રોઇટર્સના અહેવાલ મુજબ, આ ડીલ હેઠળ અદાણી પોર્ટ્સ પાસે આ પોર્ટમાં 70 ટકા હિસ્સો હશે. તે જ સમયે, સ્થાનિક કંપની હાઈફા પાસે બાકીનો 30 ટકા હિસ્સો હશે. આ પોર્ટની માલિકી મળ્યા બાદ અદાણી ચીન સાથે સીધી હરીફાઈ કરશે. ચીનની કંપની શાંઘાઈ ઈન્ટરનેશનલ પોર્ટ ગ્રુપ દ્વારા સંચાલિત આ ખાડીની નજીક તાજેતરમાં એક નવું બંદર શરૂ થયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ