મુંબઇ: બોલીવુડનો ખેલાડી અક્ષય કુમાર હાલમાં પોતાની દરેક ફિલ્મ સાથે અનોખો પ્રયત્ન કરી રહ્યો છે. પોતાની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ટોયલેટ: એક પ્રેમ કથા' માં ટોયલેટ્સની કમીની સમસ્યાને ઊઠાવ્યા બાદ અક્ષય આગળની ફિલ્મમાં 'પેડમેન' બનનાર છે.
આ ફિલ્મને તેની પત્ની ટ્વિંકલ ખન્ના જ પ્રોડ્યૂસ કરી રહી છે. એમાં એની સાથે સોનમ કપૂર પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું શૂટિંગ શૂ થઇ ગયું છે. પરંતુ હવે એવી માહિતી મળી રહી છે કે 'પેડમેન' પહેલા અક્ષયકુમાર 'પ્રેગનેન્ટ મેન' ના એક નવા અવતારમાં સ્ક્રીન પર જોવા મળશે.
જી હાં પ્રેગનેન્ટ મેન! જાણકારી પ્રમાણે અક્ષય ટીવી પર પોતાના નવા કોમેડી શો 'ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ' ના પ્રોમોમાં એક પ્રેગનેન્ટ મેનના રૂપમાં બેબી બમ્પ સાથે જોવા મળશે. એમાં તે એક પ્રેગનેન્ટ મહિલાની જેમ જ વર્તણુક કરતો નજરે પડશે. આ પ્રોમોને અક્ષયે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
સ્ટાર પ્લેસના આ શો માં અક્ષયની સાથે કોમેડિયન ઝાકિર ખાન મલ્લિકા દુઆ અને હુસેન દલાલ પણ કોમેડી કરશે. આમ તો અક્ષય આ પહેલા કેટલીક ફિલ્મોમાં છોકરીના રૂપમાં પણ નજર આવી ચૂક્યો છે. પરંતુ પ્રેગનેન્ટ રૂપમાં પહેલી વખત જોવો ખરેખર રસપ્રદ હશે.