બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / action of education authority against two teachers Banaskantha drunkenness

નિર્ણય / બનાસકાંઠામાં 'નશાના બંધાણી' શિક્ષકો સામે શિક્ષણાધિકારીએ લીધા એક્શન, દારૂ ઢીંચીને આવ્યા હતા સ્કૂલે, જાણો મામલો

Kishor

Last Updated: 07:37 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં દારૂનો નશો કરી વિધાર્થીઓને ભણાવતા શિક્ષક જોવરા બુંબડીયા અને નંદ તરાલ ને પ્રાથમિક શિક્ષણઅધિકારીએ સસ્પેન્ડ કરી કાયદાના પાઠ ભણાવ્યા છે.

  • બનાસકાંઠામાં પ્રાથમિક શાળાના વાયરલ વીડિયોનો મામલો
  • નશામાં આવેલા શિક્ષક જોવરા બુંબડીયા અને નંદ તરાલ સસ્પેન્ડ
  • TPOની તપાસ બાદ લેવાયો નિર્ણય

બનાસકાંઠામા ચીકાર દારૂનો નશો કરી શિક્ષક  વિદ્યાર્થીઓને ભણાવતો હતો જે વીડિયો બનાસકાંઠાના દાંતા તાલુકાના જોધસર ગામની પ્રાથમિક શાળાનો હોવાનું સામે આવ્યું હતું.આથી વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને વાયરલ વીડિયો મામલે શિક્ષકને સસ્પેન્ડ કરવાની વાલીઓમાં માંગ ઉઠી હતી.જેને પગલે તંત્ર દ્વારા તાત્કાલિક નશામાં આવેલ શિક્ષક જોવરા બુંબડીયા અને નંદભાઇ તરાલને સસ્પેન્ડ કરી કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા છે.

શુ હતી સમગ્ર ઘટના?

બનાસકાંઠામા નશાની હાલતમા વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં પીધેલી હાલતમાં એક શિક્ષક વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યો હતો. જે વાયરલ વીડિયોમાં દ્રશ્યમાન થતી માહિતી મુજબ વીડિયો ઉતારનાર વ્યક્તિ શિક્ષકને પૂછે છે કે ભણાવવાનું કે ખાલી દારુ જ પીવાનો છે.જેમાં પણ શિક્ષક લાજવાને બદલે ગાજતો હોય તેમ જવાબમાં દારુ પીવાનો તેમ શિક્ષકે કહ્યું હતું. 

TPOની તપાસ બાદ લેવાયો નિર્ણય

નશામાં ધૂત થઈને આ શિક્ષક શાળામાં બાળકોને ભણાવતો હોવાથી આવા શિક્ષકોને કારણે અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં શિક્ષણની સ્થિતિ કથળી હોવાનું લોકો જણાવી રહ્યા હતા. વધુમાં આ જ શાળામાં અન્ય શિક્ષક પણ દારૂ પીને ભણાવતા હતા. ત્યારબાદ TPO ને આ મામલે વધુ તપાસ સોંપવામાં આવી હતી. જે તપાસ પૂર્ણ થયા બાદ કડક નિર્ણય લેવાયો છે. જેમાં પ્રાથમિક શિક્ષણઅધિકારી દ્વારા બને બંધાણી શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ