બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / Accused sentenced to death in Srishti Raiyani murder case, 34 stab wounds were carried out

BIG BREAKING / સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજા, છરીના 34 ઘા ઝીંકી હત્યાને આપ્યો હતો અંજામ

Vishal Khamar

Last Updated: 06:47 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેતલસરના બહુચર્ચિત કેસ સૃષ્ટિ રૈયાણી હત્યા કેસમાં છરીના 34 ઘા ઝીંકી હત્યાને અંજામ આપનાર આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી.

  • સૃષ્ટિ રૈયાણીના હત્યા કેસમાં કોર્ટનો મોટો ચુકાદો
  • છરીના 34 ઘા ઝીંકી સગીરાની હત્યા કરાઇ હતી
  • કોર્ટે આરોપીને મૃત્યું દંડની સજા ફટકારી

જેતપુરના જેતલસરમાં સૃષ્ટિ રૈયાણીના હત્યા કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. તમને જણાવી દઇએ કે, જેતલસર ગામે 16 માર્ચ 2021ના રોજ ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરાની છરીના 34 ઘા ઝીંકીને હત્યા કરી નખાઇ હતી. આ સાથે જ વચ્ચે પડેલા તેના ભાઈ હર્ષ રૈયાણીને પણ આરોપીએ છરીના પાંચ જેટલા ઘા ઝીંકી દીધા હતા. ત્યારે આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતાં. જે મામલે એડીશનલ સેસન્સ કોર્ટે આજે મહત્વ પૂર્ણ ચૂકાદો આપ્યો છે. જેમાં આરોપીને મૃત્યું દંડની સજા ફટકારી છે. તેમજ હત્યાનાં પ્રયાસમાં 10 વર્ષ સજા અને 5000 દંડ, પોક્સો કેસમાં 3 વર્ષની સજા અને 2500 રૂપિયા દંડ ફટકાર્યો છે. 

જાણો શું હતો સમગ્ર મામલો?

જેતપુરના જેતલસરમાં સૃષ્ટિ રૈયાણીની તેના જ ઘરમાં હત્યા થઇ હતી
સૃષ્ટિ ધોરણ 11માં જેતપુરમાં અભ્યાસ કરતી હતી
આરોપી જયેશ સરવૈયા સૃષ્ટિ રૈયાણીના એક તરફી પ્રેમમાં હતો
સૃષ્ટિને પામવા માટે વારંવાર પ્રયાસો કરતો હતો
સૃષ્ટિના માતા-પિતા ખેતમજૂરીએ ગયાં હતાં
એકલતાનો લાભ લઇ ઘરમાં ઘૂસી સગીરાને લગ્ન માટે દબાણ કર્યું હતું
સૃષ્ટિ આરોપીના તાબે ન થતા ઢોર માર માર્યો હતો
'મારી નહીં તો કોઈની નહીં' એવું ભૂત જયેશ પર સવાર હતું
સૃષ્ટિ પર છરીના 34 જેટલા ઘા મારી હત્યા કરી હતી
સૃષ્ટિનો     વચ્ચે પડતા તેને પણ છરીના ઘા મારી ઇજા પહોંચાડી હતી
સૃષ્ટિ હત્યા કેસના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા હતા
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરવામાં આવી હતી
722 દિવસ બાદ જેતપુર સેશન્સ કોર્ટે જયેશને દોષિત ઠેરવ્યો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ