According to student leader Yuvrajsinhe, the examination bill 'pass' or 'fail'?, came up with a big statement, also suggested
ગાંધીનગર /
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહેના મતે પરીક્ષા વિધેયક બિલ 'પાસ' કે 'નાપાસ'?, સામે આવ્યું મોટું નિવેદન, સૂચન પણ કર્યા
Team VTV06:08 PM, 23 Feb 23
| Updated: 06:31 PM, 23 Feb 23
ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલ બજેટ સત્રમાં ગૃહમંત્રી દ્વારા પેપપ ફોડનારાઓ સામે કડક કાયદો લાવવાનું બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જે બિલને વિદ્યાર્થી નેતાએ આવકાર્યું છે.
બિલમાં કોઇપણ પ્રકારની છટકબારી ના રહી તો આ કાયદો સાચા અર્થમાં સાર્થક રહેશે-યુવરાજસિંહ
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હાલમાં ચાલી રહ્યું છે. ત્યારે પેપર ફોડનાર સામે કડક કાયદો લાવવા માટેનું બિલ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે અને તેનાં પર હાલ વિધાનસભામાં ચર્ચા પણ ચાલી રહી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પરીક્ષા વિધેયક બિલને આવકાર્યું હતું. અને જણાવ્યું હતું કે સરકાર દ્વારા આ પગલું વહેલું લેવાની જરૂર હતી. કાયદો ફક્ત કાગળ પર ન રહી જાય એ જવાબદારી આપણા ધારાસભ્યની છે. બિલમાં કોઈપણ પ્રકારની છટકબારી ના રહી જાય તો આ કાયદો સાચા અર્થમાં સાર્થક કહેવાશે. વધુમાં યુવરાજસિંહે જણાવ્યું હતું કે જૂનિયર ક્લાર્ક પેપરકાંડીઓ પણ આ કાયદો લગાવવામાં આવે. તેમજ આ બિલની ત્રુટી પોઈન્ટ પર ચર્ચા કરીને આપણે વિદ્યાર્થીઓ માટે ફૂલપ્રુફ સિસ્ટમ આપી રહ્યા છીએ. વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડા થતા અટકશેઃયુવરાજસિંહ
સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફુટવા બાબતે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે વિધાનસભામાં જે બિલ રજૂ કરવામાં આવ્યું છે જે બિલ રજૂ કરવાથી વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે થતા ચેડા અટકશે. પરંતું ક્યાંકને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ઘણું મોડું થઈ ગયું છે. અત્યાર સુધીમાં સ્પર્ધાત્મક તેમજ અન્ય પેપર મળી કુલ 23 થી 25 પેપર ફૂટ્યા છે. સરકાર ક્યાક મોડી જાગી છે. છતાં પણ આ જે પગલું છે તે આવકારદાયક છે. અને આ કાયદો માત્ર કાગળ પર ન રહી જાય તે જવાબદારી આપણા જે જનપ્રતિનિધિઓ છે. તેઓની પણ છે.
ગુનો બિનજામીનપાત્ર રહેશે
વિધેયકમાં આમાં ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. તો પેપરલીક કરનારને 1 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે. દંડની રકમ ચુકવવામાં ચૂક થાય તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પેપરલીક કરનારની સ્થાવર, જંગમ મિલકત જપ્ત થઈ શકશે. 1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે!
પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર ઠરે તો તેના માટે પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે. પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો તેને મંડળમાંથી બાકાત કરવાની પણ જોગવાઈ છે. સાથે આ અધિનિયમના દરેક ગુના બિનજામીનપાત્ર હશે. આવા કિસ્સામાં કોઈ દોષિત ઠરશે તો દંડની રકમમાં માંડવાળી થઈ શકશે નહીં. પેપરલીક કેસની તપાસ DySP કક્ષાના અધિકારી કરે તે ઈચ્છનીય છે.