બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / accident on Ahmedabad-Mumbai National Highway death of Karni Senanadmans chairman

ગોઝારી ઘટના / અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વે પર ભયાવાહ અકસ્માત, કરણી સેનાના દમણના અધ્યક્ષનું મોત, આ કારણ ધરી કાર્યકરોનો હોબાળો

Kishor

Last Updated: 04:16 PM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડ નજીક કાર અકસ્માતમાં કરણી સેનાના દમણના અધ્યક્ષ કનકસિંહ જાડેજાનું મોત નીપજ્યું છે.

  • અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માત
  • કરણી સેનાના દમણના અધ્યક્ષ કનકસિંહ જાડેજાનું અકસ્માતમાં મૃત્યુ
  • હાઈવે પર ખાડાના કારણે અકસ્માત થયાના આક્ષેપ

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વે પર અકસ્માની ગોઝારી ઘટના સામે આવી હતી. વલસાડથી પસાર થતા હાઈ-વે પર બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો જેમાં કરણી સેનાના દમણના અધ્યક્ષનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ મામલે હાઈ-વે ઉપર ખાડાના કારણે કારને અકસ્માત નડ્યો હોવાના કરણીસેનાના કાર્યકરોએ આરોપ લગાવ્યા હતા અને હાઇવે પર આવેલા ટોલ નાકા નજીક મોટી સંખ્યામાં કરણીસેનાના કાર્યકરોએ ઉપસ્થિત થઇ હોબાળો મચાવ્યો હતો. જે અંગે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને પોલીસ અધિકારીઓની સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

કરણી સેનાના ૫ હોદેદારો વલસાડ ખાતે જઇ રહ્યા હતા
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વે પર વલસાડના વાપી પાસે આવેલા બલિઠા બ્રિજ પાસે અકસ્માતની ઘટના સામે આવી હતી. દમણના અધ્યક્ષ  કનકસિંહ જાડેજા અને વલસાડના અધ્યક્ષ સહિત કરણી સેનાના ૫ હોદેદારો વલસાડમાં ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લેતા વ્યક્તિની મદદ માટે વલસાડ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની રજી નં. ૮૬૩૭ ને વલસાડ નજીક અકસ્માત નડ્યો હતો. રોડ પર ખાડાના કારણે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના વલસાડ જિલ્લા પ્રમુખ અને ગુજરાત કરણી સેનાના કોર કમિટી સભ્ય અલોકસિંહ દમણ કરણી સેનાના પ્રમુખ કનકસિંહ જાડેજાની કાર અન્ય કાર સાથે અથડાયી હોવાનું જાણવા મળી રહ્યું છે.

માહોલ ગરમાતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે
આ મામલે સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક દોડી જઇ પોલીસને જાણ કારવામાં આવી હતી.જ્યાં જઈ પોલીસે તપાસ હાથ ધરતા કરણી સેનાના દમણના અધ્યક્ષ કનકસિંહ જાડેજાનું અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત અકસ્માતની ઘટનામાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના વલસાડ જિલ્લાના અધ્યક્ષ આલોકસિંહ સહિત અન્ય વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાથી રોષે ભરાયેલા કરણીસેનાના કાર્યકરોએ બગવાડા ટોલ નાકા પર હલ્લાબોલ કર્યો હતો. કરણી સેનાના કાર્યકરોએ ટોલ પ્લાઝાના કર્મચારી સામે રોષ ઠાલવ્યો હતો. જ્યાં માહોલ ગરમાતાં પોલીસ કાફલો ઘટના સ્થળે ગયો હતો અને પોલીસની સમજાવટથી મામલો થાળે પાડયો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ