Team VTV03:22 PM, 06 Aug 21
| Updated: 03:30 PM, 06 Aug 21
અકસ્માતમાં બાઈક સવારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
પાટણમાં અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા
ઊંઝા ત્રણ રસ્તા પાસે થયો હતો અકસ્માત
અકસ્માત બાદ બાઈક સવારનું મૃત્યુ થયું હતું
ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે સામાન્ય થતી જાય છે. મહેસાણાથી પાટણ જતા ઊંઝા ત્રણ રસ્તા પાસે ભયંકર અકસ્માત સર્જાયો હતો.ત્રણ રસ્તા પર ઉભેલા બાઈક સવારને પૂર ઝડપે આવતા ટ્રેલર અડફેટે લીધો હતો.
બાઈક સવાર પર ટ્રેલર ચડી ગયું..!
ઊંઝા ત્રણ રસ્તા પાસે સર્જાયેલો આ અકસ્માત એટલો ભયાવહ હતો કે આસપાસના લોકો દ્રવી ઉઠયા હતા, માટેલા સાંઢની માફક પૂર ઝડપે આપતા ટ્રેલરના ચાલકે રસ્તા પર બાઈક લઈને ઉભેલા સવાર પર જ સીધું ટ્રેલર ચડાવી દીધું હતું. અક્સ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, બાઈક સવારને ટ્રેલરે પહેલા અડફેટે લીધો હતો બાદમાં, સવાર પર જ ટ્રેલર ચડી ગયું હતું અને ઘટના સ્થળે જ બાઇક સવારનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા
ઊંઝા ત્રણ રસ્તાએ સર્જાયેલા આ અકસ્માતની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તજવીજ હાથ ધરી હતી. આસપાસના લોકોને જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ ને સમગ્ર ઘટનાના CCTV મળ્યા છે
CCTVમાં જોઈ શકાય છે કે ટ્રેલરની સામે ડાબી સાઈડ ઉભેલા બાઇક સવાર પર ટ્રેલર સવાર સ્ટીરિગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાય છે.
પોલીસ તપાસ તેજ કરાઇ
ઘટનાના સીસીટીવી મળતા જ પોલીસે અકસ્માતના ગુનેગારને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. શહેરની બી-ડિવિઝન પોલીસે CCTVના આધારે આગળની તપાસ હાથ ધરી છે. હાલ તો સમગ્ર પંથકમાં આ ચકચારી અકસ્માતની ચર્ચા થઈ રહી છે.