ACB inspector DD chawda arrested bribe case junagadh ahmedabad
જૂનાગઢ /
ભ્રષ્ટાચારીઓને પકડનાર ખુદ ભ્રષ્ટ, ACBના PI સામે અનેક ફરિયાદ છતાં કોઈએ નહોતી કરી કાર્યવાહી
Team VTV06:34 PM, 25 Dec 19
| Updated: 06:59 PM, 25 Dec 19
જૂનાગઢ ACBના PI લાંચ લેતા ઝડપાયા હતા. જૂનાગઢ ACBના PI ડી.ડી. ચાવડાને અમદાવાદ ACBએ 18 લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. ગૌશાળાની અરજી મામલે લાંચનો કેસ સામે આવ્યો છે. ACB ચીફ કેશવકુમારના માર્ગદર્શન હેઠળ સફળતા પૂર્વક આ ઓપરેશન પાર પડાયું હતું. વાડ જ ચિભડા ગળતી હોય તેવો ઘાટ, ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરતા અધિકારીઓ જ ભ્રષ્ટાચારી?
જૂનાગઢ ACBના PI ડી.ડી. ચાવડા ટ્રેપ મામલો
લાંચ રુશ્વત શાખાને મોટો ડાઘ લાગ્યોઃ ACB
ડી.ડી.ચાવડા સામે ભ્રષ્ટાચારના પુરાવા સાથે અનેક ફરિયાદો
મંગળવારે અમદાવાદ ACBએ PI ડી.ડી.ચાવડાને લાંચ લેતા ઝડપ્યા હતા. ગૌચર વિકાસ બોર્ડમાં તપાસ મુદ્દે ફરિયાદી પાસેથી લાંચ માગી હતી. ત્યારે હવે PI ડી.ડી.ચાવડાના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
જૂનાગઢમાં ACBના PI લાંચ લેતા ઝડપાવામા મામલે ACBના આસિસ્ટન્ટ ડિરેક્ટર ભારતી પંડ્યાએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું હતું કે ACBના PIએ કૌભાંડ અંગે ગુનો ન નોંધવા લાંચ માંગી હતી. ACBના PIએ તપાસના કામે અમદાવાદ આવી લાંચ માંગી હતી. આ ઘટનાથી લાંચ રુશ્વત શાખાને મોટો ડાઘ લાગ્યો છે. PI ચાવડાએ રૂ.20 લાખની લાંચ માંગી હતી. બાદમાં બન્ને વચ્ચે 18 લાખ રૂપિયા પર સહમતિ બની હતી. ફરિયાદકર્તાએ આ મામલે ACBના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી અને ઇન્સપેક્ટર ચાવડાને રંગે હાથ ઝડપાયા હતા. ત્યારે હવે PI ચાવડાની મિલકતની પણ તપાસ કરવામાં આવશે.
અનેક ફરિયાદો છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી નહોતી થઇ
જૂનાગઢ ACBના PI ડી.ડી. ચાવડા ટ્રેપ મામલે હવે પુરાવા મળ્યા હોવાની વાત સામે આવી છે. ડી.ડી.ચાવડા સામે ભ્રષ્ટાચારના અનેક પુરાવાની ફરિયાદો સામે આવી છે. કોર્પોરેશનમાં મોટા ભ્રષ્ટાચાર મામલે અગાઉ પણ ફરિયાદો થઈ હતી. જાગૃત નાગરિક કિશોર સોજીત્રાએ આ મામલે ACBને ફરિયાદ કરી હતી. અલગ અલગ 4 ફરિયાદો છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી નહોતી કરાઈ. અંતે આ મામલે કિશોર સોજીત્રા ADG કેશવ કુમારને લેખિતમાં ફરિયાદ કરી છે. પુરાવા આપતા આ મામલે કડક કાર્યવાહી કરાશે.