Aamir Liaquat Hussain Romantic Video With Third Wife Dania Shah Goes Viral
વાયરલ /
લાજ-શરમ નેવે મૂકી પાક.સાંસદે, 31 વર્ષ નાની પત્નીના પ્રાઈવેટ વીડિયો શેર કર્યાં, વાયરલ થતા લોકો ભડક્યાં
Team VTV05:46 PM, 16 Feb 22
| Updated: 05:50 PM, 16 Feb 22
પાકિસ્તાની સાંસદ આમિર લિયાકત હુસૈનને તેની ત્રીજી પત્ની સાથેનો પ્રાઈવેટ બેડરુમ વીડિયો અપલોડ કરતા લોકો ભડક્યાં છે.
પાક.સાંસદ આમિર લિયાકત હુસૈને હદ વટાવી
પહેલા તો 31 વર્ષ નાની છોકરી સાથે કર્યાં લગ્ન
હવે પ્રાઈવેટ બેડરુમ વીડિયો શેર કર્યો
લોકોને પસંદ ન આવ્યું સાંસદનું કામ
લોકો આપી રહ્યાં છે ઉગ્ર પ્રતિક્રિયા
પાકિસ્તાની સાંસદ આમિર લિયાકત હુસૈન ચર્ચામાં છે પરંતુ હવે તે પોતાની ત્રીજી પત્ની સાથે રોમેન્ટિક વીડિયોને લઈને ચર્ચામાં છે. આમિર લિયાકતની ત્રીજી પત્ની સૈયદા દાનિયા શાહ તેનાથી 31 વર્ષ નાની છે.
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ખાનગી વિડિઓ અપલોડ
દાનિયા અને આમિર લિયાકત બંનેએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખાનગી વિડિઓઝ અપલોડ કરી હતી. ઇસ્લામિક સ્ટેટમાં ખુલ્લેઆમ શેર કરવામાં આવી રહેલા આવા વીડિયો પર પાકિસ્તાની જનતા અલગ અલગ પ્રતિક્રિયા આપી રહી છે.
એક બીજાના આલિંગનમાં દેખાઈ રહ્યું છે કપલ
દાનિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે વીડિયો અપલોડ કર્યો છે તેમાં આમિર લિયાકત અને દાનિયા એકબીજાના બાહુપાશમાં છે અને એકબીજા સાથે વાત કરી રહ્યા છે. આ વીડિયોમાં બંને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે, પરંતુ પાકિસ્તાની જનતાને ગુસ્સો છે કે ખુદ રાજનેતાઓ આ રીતે ખાનગી વીડિયો કેમ શેર કરી રહ્યા છે.
લગ્નને લઈને ચર્ચામાં છે પાકિસ્તાની સાંસદ
તમને જણાવી દઈએ કે પાકિસ્તાની સાંસદો હંમેશા પોતાના લગ્નને લઈને ચર્ચામાં રહે છે. તેમના મતે ઈસ્લામમાં 17 લગ્નોને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે તેમની પત્નીઓને તેની સાથે કોઈ સમસ્યા નથી, તો પછી લોકોને તેનાથી મુશ્કેલી કેમ થઈ રહી છે? તાજેતરમાં આમિર લિયાકતની બીજી પત્નીએ છૂટાછેડા લીધા ત્યારે એ જ દિવસે એણે દાનિયા શાહ સાથે ત્રીજા લગ્ન કરવાની જાહેરાત કરી હતી.
રાજનેતા પ્રાઈવેટ વીડિયો કેવી રીતે અપલોડ કરી શકે-લોકો બોલ્યાં
આ વીડિયો જાહેર થયા બાદ લોકોએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. એક યૂઝરે લખ્યું કે રાજનેતાનું જીવન જાહેર હોય છે તેઓ તેમનો પ્રાઈવેટ વીડિયો કેવી રીતે શેર કરી શકે.