બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 03:27 PM, 1 September 2022
ADVERTISEMENT
આમિર ખાને માફી માંગતો વીડિયો શેર કરીને પછી ડિલીટ કર્યો હતો
આજકાલ આમિર ખાનની મુસીબતો ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. જે ફિલ્મને લઈને એક્ટર ખૂબ જ એક્સાઈટેડ હતા, એ ફિલ્મ ફ્લોપ થઈ ગઈ છે. આ ફિલ્મના ફ્લોપ થયા બાદ હવે એક્ટર અચાનક ગાયબ થઈ ગયા છે પરંતુ તેઓ આ ફિલ્મના ફ્લોપ થવાથી કેટલા દુખી છે, એ વાત કોઇથી છૂપી નથી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં તો એમ પણ દાવો કરવામાં આવે છે કે તેમણે ફિલ્મ માટે ફીસ લેવાની ના પાડી દીધી છે, જેથી મેકર્સને નુકસાન ન થાય. આ નિર્ણય બાદ હવે આમિર ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જે જોઈને લાગતું હતું કે તેઓ માફી માંગવા ઇચ્છતા હતા.
ADVERTISEMENT
— Aamir Khan Productions (@AKPPL_Official) September 1, 2022
આમિર ખાનની ફિલ્મને બૉયકોટ કરવાની થઈ રહી હતી માંગ
આમિર ખાનની ફિલ્મ હાલમાં જ રિલીઝ થયેલ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને લોકોએ નકારી દીધી છે. સોશિયલ મીડિયા પર ફિલ્મના બૉયકોટની વાતો ચાલી રહી હતી અને અસર એ થઈ કે સિનેમા હૉલ ખાલી જોવા મળ્યા. બોક્સ ઓફિસ કલેક્શન ફિલ્મના બજેટ જેટલું પણ ન થયું. ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ હતી.
ઓડિયો ક્લિપનાં માધ્યમથી માંગી માફી
જણાવી દઈએ કે ફિલ્મ ફ્લોપ થવા પર આમિર ખાન શોકમાં છે. એટલા માટે થોડા સમય પહેલા જ આમિર ખાને એક ઓડિયો ક્લિપ જાહેર કરીને ફરી માફી માંગી હતી. આ ક્લિપમાં લખ્યું હતું કે - આપણે સૌ માણસ છીએ અને ભૂલો આપણાથી થઈ જાય છે. ક્યારેક બોલથી. ક્યારેક વર્તનથી. ક્યારેક અજાણતા. ક્યારેક ગુસ્સામાં. ક્યારેક મજાકમાં. જો મેં કોઈપણ પ્રકારે તમારું દિલ દુખાવ્યું છે તો હું મન, વચન, કાયાથી તમારી માફી માંગુ છું. જોકે પછી આ વીડિયો તેમણે ડિલીટ કર્યો હતો અને પછી ફરી અપલોડ કર્યો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.