બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / aadhaar to voter id link process election commission begin campaign

કામની વાત / ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ જોડવાના અભિયાનનો શુભારંભ, જાણી લો સમગ્ર પ્રક્રિયા

Pravin

Last Updated: 11:50 AM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કોઈ મતદાર પોતાનું નામ આધાર કાર્ડ સાથે જોડવા માગે છે, તો તેની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. અ હીં એ જણાવવું ખૂબ જ જરૂરી છે કે આ કામ સ્વૈચ્છિક છે.

  • મતદારોના ચૂંટણી કાર્ડ આજથી આધાર કાર્ડ સાથે જોડાશે
  • આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ જોડવાનું સ્વૈચ્છિક છે
  • આ રીતે કરી શકશો આ કામ

જો કોઈ મતદાર પોતાનું નામ આધાર કાર્ડ સાથે જોડવા માગે છે, તો તેની પ્રક્રિયા આજથી શરૂ થઈ ગઈ છે. ભારતીય ચૂંટણી પંચના નિર્દેશથી આજથી મતદારોના ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે જોડવાનું અભિયાન શરૂ થઈ રહ્યું છે. જો કે, તે સ્વૈચ્છિક હશે, તથા તેના માટે મતદારોને ફરજિયાતપણે કરવા માટે બંધાયેલા નથી. રાજ્યોમાં બૂથ લેવલ ઓફિસર દ્વારા મતદાન કેન્દ્રો પર તથા ઘરે ઘરે જઈને મતદારોને સ્વેચ્છિક રીતે આધાર નંબર ફોર્મ 6 B એકત્રિત કરશે.

આધાર કાર્ડ સાથે શા માટે જોડવામાં આવી રહ્યું છે મતદારોનું નામ

મોદી સરકાર વધુ એક નવી પહેલ શરૂ કરવા જઈ રહી છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય એ નક્કી કરવા માટે છે કે, કોઈ પણ વ્યક્તિ બે સ્થાન પર મતદાન ન કરે અને મતદારોની યાદીને સ્વચ્છ અને પારદર્શી બનાવી શકાય. મતદારો સ્વયં પણ પોતાના આધાર કાર્ડને મતદાતા એપ વોટર હેલ્પ લાઈન અથવા ભારતીય ચૂંટણી પંચ દ્રારા વિકસાવેલા ઓનલાઈન એનવીએસપી પોર્ટલ પર લિંક કરાવી શકશે. મતદારોની યાદીને આધાર કાર્ડ સાથે જોડવાનું કામ 31 માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થઈ જશે. તેના માટે દરેક મતદાર પોતાની વ્યક્તિગત જવાબદારી સમજીને જિલ્લા ચૂંટણી કાર્યાલયના સમર્થન કરીને પોતાના વોટને આધાર કાર્ડ સાથે લિંક કરાવે.

આ લોકો આધાર કાર્ડ સાથે જોડાવા માટે યોગ્ય હશે

 

  • નવા વોટ માટે જે વ્યક્તિની ઉંમર 1 જાન્યુઆરી 2023ના રોજ 18 વર્ષ અથવા તેનાથી ઉપરની છે, તે પ્રકાશિત મતદાર યાદીમાં પોતાનું નામ નથી, તે પોતાના વિસ્તારની સંબંધિત જિલ્લા ચૂંટણી કાર્યાલયમાંથી ફોર્મ નંબર 6 ભરીને અરજી કરી શકશે
  • કોઈ પણ મતદારનુ નામ મતદાર યાદીમાં હટાવવા માટે ફોર્મ નંબર 7, આધાર કાર્ડથી જોડવા માટે ફોર્મ નંબર 6 તથા મતદાર યાદીમાં નામ સુધારણા તથા વેરિફાઈ કરવા માટે ફોર્મ નંબર 8 ભરીને આપવાનુ રહેશે.
  • મતદાર યાદીમાં પોતાનું નામ ચેક કરવા અથવા અન્ય જાણકારી માટે વેબસાઈટ ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પર જઈ શકે છે. તથા મતદાર ખુદ ફોર્મ ભરીને મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ