A young man transformed to a young woman by the doctors of Surat
સુરત /
નાનપણમાં ઢીંગલીઓ સાથે રમવાનું પસંદ કરતો આરવ બન્યો આયેશા, સુરતમાં નવીન કિસ્સો સામે આવ્યો
Team VTV11:35 AM, 26 Aug 21
| Updated: 11:37 AM, 26 Aug 21
સુરતમાં પુરુષ ઉપર સફળ સર્જરી કરવામાં આવી તેનું મહિલા તરીકે ટ્રાન્સફોરેશન કરવામાં આવ્યું
આરવ પટેલ હવે આયેશા પટેલ બની
આરવ પટેલે અત્યાર સુદી કરાવી છે 10 સર્જરી
સુરતના તબીબોએ યુવકમાંથી યુવતી બનાવી
સુરતમાં પુરુષ ઉપર સફળ સર્જરી કરવામાં આવી તેનું મહિલા તરીકે ટ્રાન્સફોરેશન કરવામાં આવ્યું છે. સુરતનો આ પ્રથમ એવો કિસ્સો છે જેમાં આરવ પટેલની સંપૂર્ણ સર્જરી કરી મહિલા બન્યો છે. આરવ પટેલ હવે આયેશા પટેલ બની
મુંબઈમાં રહેતા એક યુવક નાનપણથી જ યુવતીઓ પ્રમાણે રહેવાની ટેવ ધરાવતો હતો.તેને ઢીંગલીઓ અને છોકરીઓ સાથે રમવાનું અને તેમના કપડાં પહેરવાનું પસંદ હતું આરવના પરિવારે બળજબરી તેના એક યુવતી સાથે લગ્ન કરાવી દીધા હતા પરંતુ લગ્ન બાદ આરવે તેની પત્નીને વાસ્તવિકતા જણાવી અને છૂટાછેડા લઇ લીધા હતા.
આરવ પટેલે અત્યાર સુદી કરાવી છે 10 સર્જરી
જો કે એ બાદ આરવને સુરતના રહેવાસી રોહન પટેલ સાથે ફેસબૂકના માધ્યમથી મુલાકાત થઇ અને વાત લગ્ન સુધી પહોંચી હતી અને બાદમાં બન્નેએ લગ્ન કરી લીધા હતા. ત્યાર બાદ રોહનના સહકાર અને વિશ્વાસથી આરવે પોતાની સંપૂર્ણ સર્જરી કરાવી હતી.
આરવે સુરતના તબીબોની ટિમ દ્વારા તેને સંપૂર્ણ યુવતીમાં પરિવર્તિત કરવામાં એક નવી ઓળખ મેળવી છે અને હવે તે આરવ પટેલમાંથી આયેશા પટેલ બન્યો છે આરવે અત્યાર સુધી 10 થી વધુ અલગ અલગ સર્જરીઓ કરાવી છે.
સુરતના તબીબોએ યુવકમાંથી યુવતી બનાવી
આમ લીંગ પરિવર્તનની સર્જરી પણ દેશના અન્ય મોટા શહેરોમાં જ શક્ય બનતી હતી ત્યારે પહેલી વખત આ સંપૂર્ણ ટ્રાન્સજેન્ડર સર્જરી સુરતમાં કરવામાં આવી છે. જેને મેડિકલ ક્ષેત્ર માટે નવા માર્ગ પણ ખોલ્યા છે અને સાથે સાથે સુરતની મેડિકલ ટિમ માટે પણ આ એક મોટી સિદ્ધિ મનાઈ રહી છે, સુરતના 3 તબીબોની ટીમે સફળ સર્જરી કરી યુવકને પૂર્ણ યુવતીમાં પરિવર્તિત કરી નવી સિદ્ધિ મેળવી છે.